ભાવનગર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપઃ બેઠકમાં જાસૂસો બેઠા છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં સંગઠન મજબૂત બનાવવા હાકલ : કાર્યકરો વધારે, આગેવાનો ઓછા...

ભાવનગર જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હોદ્દેદારોની પાખી હાજરી અને સંગઠનની નબળાઇને છુપાવતા હોય તેમ કોંગ્રેસની બેઠકમાં પણ જાસૂસો બેઠા હોય અને અંદરની વાતો બહાર કહેતા હોવાનું આજની જિલ્લા કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મેહુરભાઇ લવતુકાએ જણાવતા ઉપસ્થિત કાર્યકરો પણ અચંબામાં પડી ગયા હતા.

જિલ્લા કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠકમાં ગત બેઠક કરતા મુખ્ય કારોબારી અને તાલુકાનાં હોદ્દેદારોની સંખ્યા ઘણી વધુ હતી પરંતુ મુખ્ય સંગઠનના હોદ્દેદારો પ૦ ટકા કરતા પણ ઓછા ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં ઉતરાખંડમાં મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના, બાબુભાઇ બોખિરીયાનું રાજીનામું માંગવા અને ગુજરાત સરકારે તેના ભાગની પાક વિમાની રકમ નહી ભરપાઇ કરતા પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી હતી.

તદ્દઉપરાંત આગામી લોકસભાની તૈયારી માટે સંગઠનને મજબુત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો પરંતુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મેહુરભાઇ લવતુકાએ કોંગ્રેસના જ કાર્યકરો જાસુસ હોય અને બેઠકની વાતો બહાર કહેતા હોવાના આક્ષેપથી કાર્યકરો પણ દંગ રહી ગયા હતા.