અલંગમાં સેટેલાઇટ ફોન રણક્યા, કસ્ટમ્સ, આઇ.બી.ના કાન થયાં ઉંચા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અલંગમાં સેટેલાઇટ ફોન રણક્યા, કસ્ટમ્સ, આઇ.બી. જેવા તંત્રના કાન થયાં ઉંચા
- અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા આવેલા શિપને કારણે મુશ્કેલીઓ વધી
મુંબઇ પર ૨૬/૧૧/૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ભાંગફોડીયા પ્રવૃત્તિમાં સામેલ તત્વો દ્વારા દરિયાઇ માર્ગનો ઉપયોગ કર્યો હતો અને પડોશી દેશોમાં તેઓના સાથીદારો સાથે સંપર્ક કરવા માટે સેટેલાઇટ ફોનનો સતત ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બાબત પ્રકાશમાં આવ્યા બાદ દરિયાઇ સુરક્ષા સઘન બનાવવામાં આવી હતી અને સેટેલાઇટ ફોન પર સખ્ત પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ 'ગલ્ફ ઓએસીસ’નામનું શિપ કોઇપણ જાતની આગોતરી મંજૂરી મેળવ્યા વિના ભાવનગર એન્કરેજ સુધી પહોંચી ગયુ હોવાના હેવાલની શાહી હજુ સુકાઇ નથી ત્યાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા ૩ શિપ દ્વારા પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની જાણ કોસ્ટગાર્ડ દ્વારા ભાવનગર કસ્ટમ્સને જાણ કરવામાં આવતા તમામ જહાજના કેપ્ટનના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા શિપ 'જી યાંગ’, 'ગલ્ફ ઓએસીસ’, અને 'પેસેફિક બેલે’ના કેપ્ટન દ્વારા પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કોસ્ટગાર્ડને ધ્યાને આવ્યુ હતુ.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક...