• Gujarati News
  • Air Travelers Booking More Than 500 Continuous Inquiry

હવાઇ બુકિંગના 500થી વધુ પ્રવાસીઓની સતત પુછપરછ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- હવાઇ બુકિંગના 500થી વધુ પ્રવાસીઓની સતત પુછપરછ
- અસર| રિફંડ મળવાની આશાએ બુકિંગ યથાવત્ રહ્યુ છે
- દિવાળીના વેકેશનમાં ભાવનગરથી જમ્મુ કાશ્મીર ફરવા જનાર પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ રદ્દ કરવાના મામલે અિનર્ણયિત

ભાવનગર : ભાવનગરમાંથી ઉત્તર ભારત તરફ દિવાળીના વેકેશનમાં ફરવા જવાનો ભારે ધસારો થાય છે. એડવાન્સ બુકિંગ થઇ ગયા બાદ કાશ્મીરમાં જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાતા હવાઇ બુકિંગના મામલે સતત પુછપરછનો દૌર ચાલુ થયો છે. ભાવનગરમાંથી દર વર્ષે 500થી વધુ પ્રવાસીઓ ઉત્તર ભારતમાં પ્રવાસ કરે છે.દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે પ્રવાસીઓ દ્વારા એડવાન્સ બુકિંગ કરી નાખે છે, જેથી અંિતમ સમયે કોઇ મુશ્કેલી ઉભી થતી અટકી જાય.
ભાવનગરથી દર વર્ષે 500થી વધુ ભાવનગરીઓ શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ જેવા જોવા લાયક સ્થળોની મુલાકાત લે છે.પરંતુ આ વર્ષે શ્રીનગરમાં જળ પ્રકોપની સ્થિતીનું નિર્માણ થયુ છે આથી એડવાન્સ બુકિંગ રદ કરાવવું કે કેમ ? તે મામલે બુકિંગ એજન્સીઓમાં સતત ચિંતાભરી પુછપરછ કરી રહ્યા છે. જોકે, હવાઇનું બુકિંગ નોન રિફંડેબલ હોવાથી હાલમાં ટિકિટ રદ કરવાનો કોઇ મતલબ નહીં હોવાનું પણ પ્રવાસોઓ માની રહ્યા છે. તેમ છતા કેન્દ્રના ઉડ્ડયન ખાતા તરફ સૌ મીટ માંડીને બેઠા છે, કેમ કે, આ કુદરતી પ્રકોપ સામે પ્રવાસોઓ ટિકિટનું રિફંડ આપવાની માંગણી પણ થઇ છે.
ટિકિટ રદ નહિ પણ પુછપરછ વધી છે
ઉત્તર ભારતની પરિસ્થિતિથી દિવાળીમાં ફરવા જતા પ્રવાસોઓમાં િચંતા જોવા મળી રહી છે કેમ કે, અહીંથી દર વર્ષે પ્રવાસોઓ એડવાન્સ બુકિંગ કરાવી નાખે છે. જોકે, બુકિંગ રદ થવાનો પ્રશ્ન અત્યારે નથી, પણ પુછપરછ સતત ચાલી રહી છે. જોકે, હવાઇ ટિકિટ નોન રિફંડેબલ છે તેમ છતા પ્રવાસોઓની માંગણીને ધ્યાનમાં રાખીને ટિકિટમાં રફંડ આપવા બાબતે કેન્દ્ર સરકારના ઉડ્ડયન વિભાગના નિર્ણય ઉપર સૌની મીટ છે.
- ભરતભાઇ શાહ, પરાગ ટ્રાવેલ્સ, ભાવનગર