• Gujarati News
  • After A One Day Break From Bhavnagar Restore The Hottest City In The State Of

એક દિવસના વિરામ બાદ ભાવનગર પુન: રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૪૨ ડિગ્રીએ ભાવનગરમાં આગ ઓકતો સૂર્ય : શહેરમાં બપોર બાદ વાદળો છવાતા ગરમીનું મોજુ થોડુ નરમ પડયુ : મોડી સાંજે વૈશાખી વાયરો ફૂંકાયો

ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને ૪૨ ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા પુન: હીટવેવનો અનુભવ થયો હતો. જો કે બપોર બાદ શહેરના ગગનમાં વાદળો છવાતા પ્રખર ગરમીમાં થોડી રાહતનો અનુભવ થયો હતો. પણ આખો દિવસ સતત અને સખત બફારો રહ્યો હતો. ગઇ કાલે શહેરનુ મહત્તમ ઉષ્ણતામાન ૪૧.૬ ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને ૪૨ ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા સૂરજે આગ ઓકી હતી. બે દિવસ પહેલા ૪૨.૬ ડિગ્રીએ રાજ્યનું સૌથી ગરમ શહેર રહેલું ભાવનગર આજે પણ ૪૨ ડિગ્રી સાથે પુન: રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

બે દિવસ પહેલા ભાવનગરમાં સમગ્ર રાજ્યમાં ૪૨.૬ ડિગ્રી સાથે સર્વાધિક ગરમી નોંધાયા બાદ કાલે તાપમાન ઘટયું હતુ પણ આજે પુન: ગરમીમાં વધારો નોંધાયો હતો. આજે શહેરનુ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી અને લઘુત્તમતાપમાન ૨૭.૧ ડિગ્રી સેન્ટીગ્રે નોંધાયુ હતુ. હવામાં ભેજનુ પ્રમાણ વધીને પપ ટકાને આંબી જતા આખો દિવસ અસહ્ય બફારો રહ્યો હતો. શહેરમાં પવનની સરેરાશ ઝડપ ૧૭ કિલોમીટરની રહી હતી. મે માસના અંતિમ સપ્તાહમાં સૂર્યનારાયણ આગ વરસાવી રહ્યાં છે.

ભાવનગરમાં ગરમીનો સાચો આંક મળતો નથી
ભાવનગર શહેરમાં હવામાનની કચેરી દરિયા કાંઠે આવેલા એરપોર્ટની નજીક થાય છે અને સૌ કોઇ જાણે છે કે સમુદ્ર તટે લહેરોના કારણે ગરમી ઓછી હોય છે. ભાવનગર શહેરમાં મધ્યમાં ડામરના રોડ, સિમેન્ટ-કોંક્રિટના મકાનો,ધાબાઓ ,વાહન વ્યવહાર વિ.ફને કારણે તાપમાન જે એરપોર્ટ ખાતે મપાય છે તેના કરતા ત્રણેક ડિગ્રી વધુ હોય છે.વિશ્વભરમાં ગરમી માપવા માટે જમીનથી ૪ ફૂટ ઉંચે લાકડાનુ બોક્સ ગોઠવવામાં આવે છે તેની અંદર થર્મોમીટર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી સૂર્યના કિરણો સીધા થર્મોમીટર પર પડે નહી. દિવસભરની ગરમીનુ માપન થાય છે અને સાંજે પ-૩૦ કલાકે તેનુ મહત્તમ રિડિંગ હવામાન કચેરી, અમદાવાદને મોકલવામાં આવે છે. આ અંગે જાગૃત નાગરિક મધુભાઇ શાહે જણાવ્યુ છે કે ભાવનગરમાં ડિઝાસ્ટર કચેરી પાસે ગરમી માપવા અંગે કોઇ સાધન જ નથી. કોઇ કાયમી કર્મચારી પણ નથી. વાવાઝોડા કે પૂર વિ.ની માહિ‌તી છે પણ ઠંડી કે ગરમી વધે તો શુ કરવુ તેની કોઇ વિગત નથી જે ખરેખર તો હોવી જરૂરી છે.