તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહોના અપમૃત્યુ અટકાવવા વન-રેલ વિભાગ થયું એક, ઘડ્યો એકશન પ્લાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટ્રેન દ્વારા સતત હોર્ન વગાડવા, સ્પીડ કંટ્રોલ જેવા વિવિધ નિર્ણયો લેવાયા
- સિંહોની સુરક્ષા માટે રેલના ગાર્ડ-ડ્રાઇવરોને ખાસ તાલીમ અપાશે
- તાજેતરમાં ટ્રેન અડફેટે સિંહના મોતની ઉપરા ઉપરી બે ઘટનાઓ સર્જા‍તા વન ખાતા અને રેલ વિભાગ દ્વારા કાર્યવાહી
ટ્રેનની હડફેટે ચડવાથી તાજેતરમાં જ સિંહના મોતની ઉપરાઉપરી બનેલી ઘટનાના પગલે રેલ અને વન વિભાગના અધિકારીઓની બેઠક ડીઆરએમ કચેરી ભાવનગર ખાતે મળી હતી. જેમાં વર્તમાન કાર્ય પદ્ધતિમાં કેટલાક સુધારા-વધારા કરવાનો નિર્ણય બંને ખાતા દ્વારા લેવાયો છે. ખાસ કરીને રેલવેના ગાર્ડ અને ડ્રાઇવરોને સાસણમાં ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવશે. એટલું જ નહીં વન વિભાગ દ્વારા બીટ ગાર્ડની સંખ્યા વધારવામાં પણ સહયોગ આપવા જણાવાયું હતું. ભાવનગર રેલ ડિવિઝન હેઠળ પીપાવાવ, મહુવા, ઢસા રૂટ પર
રેલનો ટ્રાફિક વધ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે સતત માલગાડીની અવર-જવર જોવા મળી રહી છે. આવા સંજોગોમાં કોઇ મારણ કરીને સિંહ-સિંહણ તેના પરિવાર સાથે ટ્રેનના પાટા ઉપર આહાર કરતા હોય છે. આ સમયે ટ્રેન પાટા ઉપર પસાર થતાં જ શિકારી ખુદ શિકાર બની જાય છે.
આવી બે ઘટના થોડા થોડા સમયના અંતરે બની હતી. જેથી વન વિભાગ અને રેલ તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીની બેઠક બોલાવાઇ હતી. આ બેઠકમાં પીપાવાવથી ઢસા રૂટમાં ચાલતા ગાર્ડ અને રેલના ડ્રાઇવરોને સાસણમાં ખાસ પ્રકારની તાલીમ આપવી, સિંહની સુરક્ષા માટે ખાસ ટ્રેકર્સ રાખવા, રાત્રિના સમયે ટ્રેન ચાલકે સતત હોર્ન વગાડવો, રાત્રિના સમયે ટ્રાફિક ઘટાડી દિવસે વધુ ટ્રેન દોડાવવી, મર્યાદિત સ્પીડમાં ટ્રેન દોડાવવી વિગેરે બાબતો પર ચર્ચા-વિચારણા કરીને તેનું અમલીકરણ કરવા નિર્ણય લેવાયો હતો. તેમજ બંને ખાતાએ વડી કચેરીને પત્ર વ્યવહાર કરાયો હતો.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો