તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરનાં યુવાનોએ અગમ્ય કારણસર ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર હેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેકારીએ માજા મૂકી છે. અને ખાસ કરીને શ્મજીવી વર્ગને પરિવારનુ ભરણ પોષણ કરવું મુશ્કેલ બનતા અંતે કંટાળી જઇ આત્મ હત્યા કરી લેવાના બનાવોમા વધારો થઇ રહયો છે. ત્યારે શહેરના આનંદનગરમા રહેતા વધુ એક યુવકે બેકારીથી કંટાળી જયારે સોનગઢના યુવાનના પત્ની પિયર ચાલ્યા જતા અને સિહોરના યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઇ લેતા જ્યારે પાલિતાણામાં નવાપરા ચોકમાં રહેતા યુવકે તથા ગારીયાધારનાં નાનીવાવડી અને વિરડી ગામ વચ્ચ અસ્થિર મગજનાં અજાણ્યા યુવકે ફાંસો ખાઈ લેતા તમામનાં મોત નિપજ્યા હતા.

ભાવનગરનાં યુવાને બેકારીથી કંટાળી ફાંસો ખાધો

શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા બચરવાળ યુવાન શંકરભાઇ કાળુભાઇ રાઠોડ(ઉ.વ.35)કે જે છૂટક મજૂરી કામ કરી પરિવાનુ ગુજરાન ચલાવતા હતા.તેમને પત્ની ઉપરાંત બે માસુમ પુત્રો અને એક પુત્રીની જવાબદારી હતી.બેકારીના કારણે તેઓ ઘણા સમયથી કંટાળી ગયા હતા.અને આજે તેઓએ શહેરના દિપકચોક સર્કલમાં લગાડવામાં આવેલ ગ્રીલ સાથે ફાંસો ખાઇ લેતા તેઓનુ મોત નીપજયું હતુ. જયારે સિહોર તાલુકાના સોનગઢ ગામે મફતનગરમાં રહેતા નરેશભાઇ તુલસીભાઇ ડાભી(ઉ.વ.32)ની પત્ની છેલ્લા એકાદ વર્ષથી રીસામણે હોય તે બાબતે લાગી આવતા નરેશભાઇએ પોતાના ઘરે આજે વહેલી સવારે ફાંસો ખાઇ ઇેતા તેમનું મોતનીપજયું હતુ.

ગારીયાધારમાં અજાણ્યા યુવકે ફાંસો ખાધો

આ અંગે સોનગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા બનાવમાં સીહોરમાં કરકોલીયા રોડ પર આવેલ પાલનહાર સોસાયટીમાં રહેતા જેન્તીભાઇ કેશુભાઇ મકવાણા(ઉ.વ.30)એ ગત મોડી રાત્રે કોઇ અગમ્ય કારણસર ફાંસો ખાઇ લેતા તેઓને મોત નીપજયુ઼ હતુ.આ બનાવ અંગે સીહોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોથા બનાવમાં પાલિતાણાનાં નવાપરા ચોક વિસ્તારમાં રહેતા આશીષભાઈ હર્ષદભાઈએ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાતા મોત નિપજ્યું હતું. જ્યારે પાંચમાં બનાવમાં ગારીયાધાર તાલુકાનાં નાની વાવડી અને વિરડી ગામ વચ્ચે પીજીવીસીએલનાં ઈલેવન લાઈન પર ચડી અસ્થિર મગજનાં અજાણ્યા યુવાને ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો