તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોટ્સએપમાં પણ યૂ-ટ્યુબના વીડિયો જોઇ શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: છેલ્લા પાંચ વર્ષમાં સોશિયલ મીડિયા સતત ડેવલોપ થઇ રહ્યું છે, અને સામાન્ય જનતા સુધી પણ પહોંચી ગયુ છે. આવા સંજોગોમાં સતત અપડેટ થતા રહેવું એ તમામ એપ્લિકેશનોની મજબૂરી બની ગઇ છે. વોટ્સએપ અને ફેસબુક બન્ને પ્લેટફોર્મ પોતાની એપ્લિકેશન્સમાં નવા નવા ફીચર્સ એડ કરતા હોય છે. તાજેતરમાં જ વોટ્સએપ દ્વારા રિકોલ ઓપ્શન આપવામાં આવ્યો છે.


હવે એક નવા અપડેટમાં વોટ્સએપ પર વીડિયો મોકલતા અને જોતા લોકો માટે ખાસ ફીચર આપવામાં આવ્યું છે. નવા અપડેટમાં Picture-in-Picture મોડ આપવામાં આવ્યું છે, જેમાં તમે વોટ્સએપ ચેટમાં જ યૂટ્યુબના વીડિયો પ્લે કરી શકશો. આ પહેલા યૂટ્યૂબ લિંક પર કિલક કરીને અન્ય ટેબમાં રિડાયરેકટ થવુ પડતુ હતુ. અપડેટ પછી માત્ર એક કિલક કરતા જ વીડિયો તે ચેટમાં જ પ્લે થશે. વોટ્સએપના વર્ઝન 2.17.81માં નવા અપડેટની જાણકારી આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે તમે બીજા કોઈ ચેટમાં નેવિગેટ કરતા સમયે પણ સતત વીડિયો જોઈ શકો છો.

 

આ ફીચરને કારણે તમે મલ્ટી ટાસ્કિંગ કરી શકો છો. તમે યૂટ્યૂબ પર વીડિયો જોઈ રહ્યા છો અને અન્ય કોઈ ચેટમાં જવુ છે તો વીડિયો બંધ નહીં થાય અને તમે સતત જોઈ શકશો. આ અપડેટ iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને તમે એપ સ્ટોરથી વોટ્સએપ અપડેટ કરી શકો છો. એન્ડ્રોઈડ યુઝર્સને આ અપડેટ કયારે મળશે તેની કોઈ જાણકારી આપવામાં નથી આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 5 વર્ષમાં વોટ્સએપની લોકપ્રિયતા સૌથી વધુ ભારતમાં છે તે હકીકત છે ત્યારે યુ ટ્યુબના માહિતપ્રદ અને મનોરંજક વિડીયો વોટ્સએપમાં જોવાની સુવિધાથી દર્શકો વધુ આકર્ષાશે તે નક્કી છે.

 

 

અન્ય સમાચારો પણ છે...