વિશ્વમાં એકમાત્ર આદિનાથ દાદાની 108 ફૂટ ઊંચી પ્રતિમાની સાલગીરી

world's only Adinath Dada 108  feet statue salagiri in Palitana News
Bhaskar News

Bhaskar News

Feb 07, 2016, 02:21 AM IST
પાલિતાણા:પાલિતાણાખાતે આવેલ જંબુદ્વિપ સંકુલમાં વિશ્વમાં એકમાત્ર દાદા આદિનાથની 108 ફીટની વિરાટકાય પ્રતિમાની પ્રથમ સાલગીરીની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવેલ.જંબુદ્વિપ સંકુલમાં વિશ્વમાં એકમાત્ર દાદા આદિનાથની 108 ફીટની વિરાટકાય પ્રતિમાની પ્રથમ સાલગીરીની ઉજવણી પ્રસંગે વર્ષમાં એકજ વાર થનાર મહામસ્તકાભિષેક રત્ન કળશો દ્વારા 108વાર અભિષેક 9 રાઉન્ડમાં ક્રેનમાં ઉભા રહી મસ્તક સુધી જઈ ભાવિક ભક્તો દ્વારા કરતાં જાણે દેવતાઓ વિમાનમાં ઉભેલા ન હોય ને મેરૂગિરિ ઉપર દાદાનો અભિષેક કરતા હોય તેવો અનુભવ કરતાં હર્ષવિભોર બન્યા હતા.
-111 ફીટ પર 27 ફીટ લાંબી ધ્વજારોહણ
દાદા આિદનાથ ઉપરથી ઉતરતા પાણીનો રેલો જોઈને નીચે ઉભેલા હજારો ભાવિકોએ વિશાળ ચરણોમાં અભિષેક કરવા રીતસર પડાપડી કરી હતી. ત્યારબાદ 108 ફીટ ઉપર 27 ફીટ લાંબી ધ્વજા ચડાવવાનો લાભ મલજી પરિવાર સુરતે લીધો હતો. પૂજ્ય અશોકસાગર સૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં પૂ.સૌમ્યચંદ્ર મ.સા.નાં માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.
X
world's only Adinath Dada 108  feet statue salagiri in Palitana News

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી