કચરાનું કરાયું વિભાજન, પણ રાત્રે ગાયોના પેટમાં જઇ રહેલું પ્લાસ્ટિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર શહેરમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા કચરાનંુ વિભાજન કરીને રોડના કાઠા પર જ બબ્બે પેટીઓ મુકી છે, પરંતુ તેમાં પડેલો કચરો અને પ્લાસ્ટિક રાત્રે તો ગાયો અને ખુંટીયાના પેટમાં જ જાય છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં મ્યુિનસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કચરા પેટીઓ મુકી છે, જેમાં ભીના અને સુકા કચરાનંુ વિભાજન કરવા માટે બે પેટીઓ મુકી છે.

જેમાં લોકો પ્લાસ્ટિકમાં વિટાળીને પણ વધેલા શાકભાજી અને અન્ય કચરો ભરીને નાખી જાય છે, પરંતુ ચિંતાનો વિષય એ બન્યો છે કે, આ કચરા પેટીઓ પાસે રાત્રે ગાયો અને ખુંટીયા આંટા ફેરા કરે છે અને કચરા પેટીને જ ઉંધી વાળી દે છે જેથી રસ્તા પર કચરો વેરણ છેરણ થઇ  જાય છે. આ સમસ્યા છેલ્લા એકાદ મહિનાથી ઉદભવી રહી છે ત્યારે તેનો કોઇ ઉકેલ લાવવા માટે મ્યુ. તંત્રએ કોઇ વિચારણા કરવા માંગણી ઉઠી રહી છે. આવનારા સમયમાં આ પેટીઓ પણ માથાનો દુ:ખાવો બની શકે તેમ છે.
અન્ય સમાચારો પણ છે...