ભાવનગર: બાળાઓની વીડીયો ક્લીપ ઉતારી વારંવાર શારીરિક શોષણ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: તળાજાનાં શોભાવડ ગામે ત્રણ દલિત કન્યાઓ ઉપર વારંવાર દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચરવાની ઘટનાનાં સમગ્ર દેશમાં ઘેર પ્રત્યાઘાત પડઘા પડ્યા છે. પોલીસે ધરપકડ કરેલ ચારેય આરોપીઓની પૂછતાછમાં આરોપીઓએ દુષ્કર્મની વીડિયો કલીપ ઉતારી તે કન્યાઓને બતાવી બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ કર્યાની કબૂલાત આપી હતી. ત્યારે આ અંગે ક્યા પ્રકારનું નેટવર્ક ચાલે છે તેની પોલીસ દ્વારા ઊંડી તપાસ થાય તો હજુ આ ઘટનામાં મદદગારી કરનાર અન્ય શખ્સોની સંડોવણીને નકારી શકાય તેમ નથી.
Paragraph Filter
- બાળાઓની વીડીયો કલીપ ઉતારી વારંવાર શારીરિક શોષણ કરાયું
- આરોપી વીડિયોગ્રાફર હોય ધાકધમકી આપી દુષ્કર્મ આચરી તેની વીડિયો કલીપ બનાવી લેતા હતા
- શોભાવડ ગામે બનેલી ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત
- શોભાવડ ગામે ત્રણ કન્યાઓ ઉપર દુષ્કર્મ કરનાર 4 આરોપીઓ ઝડપાયા
- ત્રણેય કન્યાઓએ બંધ બારણે ત્રણ જુદી-જુદી પોલીસ ફરિયાદ નોંધાવી, આરોપીઓની પોલીસે સઘન પૂછતાછ આદરી
- સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, જ્ઞાતિજનો ઉમટ્યા
ઘટનામાં પકડાયેલ ચારેય આરોપીઓ પૈકી મેહુલ ચોહલા અને વીડિયો કલીપીંગ જાણકાર અશ્વીન ચોહલાએ દુષ્કર્મની વિડીયો ઉતારી કન્યાને ચુપ રહેવાની અને આ વીડિયો ક્લીપીંગ જાહેર કરવાની ધમકી આપી જુદી-જુદી જગ્યાએ ચારેય નરાધમોએ દુષ્કર્મ આચરી તેની પણ વીડિયો કલીપીંગ ઉતારી હોવાની કબૂલ્યું હતું. ચાર આરોપીઓ પૈકી વિપુલને મહુવાનાં ડીવાય.એસ.પી. ચૌહાણ અને સ્ટાફે શોભાવડ ગામેથી જ્યારે અન્ય ત્રણ આરોપીઓ મેહુલ, અશ્વિન અને જયદીપને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ભાવનગરમાંથી ઝડપી લીધા હતા અને તમામ આરોપીઓની ભાવનગર એલસીબી કચેરી ખાતે સઘન પૂછતાછ હાથ ધરાઈ હતી.
ઘટનાની વિગતો મુજબ શોભાવડની એક સગીરાને બે વર્ષ પૂર્વે આજ ગામનાં મેહુલ ચોહલાએ તેણીને મોડીરાત્રે લાજ લૂંટી પાસે બોલાવી. તેણીને ધાકધમકી આપીને તેનું શારીરિક શોષણ કર્યુ હતું. દરમિયાન વિપુલ વાળા જાદવએ મદદ કરી હતી અને સગીરા સાથેનાં દુષ્કર્મની વીડિયો કલીપીંગ પણ ઉતાર્યું હતું. અને ત્યારબાદ વીડિયો કલીપીંગનાં આધારે વારંવાર તેણી પર દુષ્કર્મ આચરાયું હતું.
અગિયારેક મહિના પૂર્વે આજ વીડિયો કલીપીંગ જાહેર કરી દેવાની ધમકી આપી જયદિપ બાબુભાઈ વાઘેલાએ તેણીને સાંકડાસર-1 ગામનાં એક નર્સીંગમાં લઈ જઈ વીડિયો ક્લીપીંગ બતાવી દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યાં પણ વીડિયો કલીપ ઉતારી હતી.આ વીડિયો કલીપને ભોગ બનનારની બહેનને વિપુલ જાદવએ બતાવી, ધાકધમકી આપી ને એકાંતમાં લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે મદદગારી કરી અને વીડિયો કલીપ ઉતારી હતી. આ બન્ને સગ્ગી બહેનોને વીડિયો કલીપીંગનાં આધારે બ્લેકમેઈલ કરી વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી હતી.
દરમિયાન આ બે કન્યાની પિતરાઈ બહેન કે જે માત્ર 15 વર્ષની ઉંમર ધરાવે છે. તેને પણ એકાદ માસ પૂર્વે સુરતથી શોભાવડ આવી તે વખતે વીડીયો કલીપીંગ બતાવી તેની બહેનોને બદનામ કરવાની ધમકી આપી વિપુલ અને અશ્વિન એ દુષ્કર્મ કર્યું હતું. આમ ઉપરોક્ત ચારેય શખ્સોએ વીડીયો કલીપીંગનાં આધારે ત્રણેય કન્યાઓને ધાકધમકી આપી તેઓનું શારીરિક શોષણ કર્યું હતું.
આગળની સ્લાઈડ્સમાં વાંચો: કલીપીંગ મેળવવા પોલીસે તપાસ આદરી, પંચાયતની લાયબ્રેરીનો દુષ્કર્મ માટે ઉપયોગ કરાયો, શોભાવડ ગામે ત્રણ કન્યાઓ ઉપર દુષ્કર્મ કરનાર 4 આરોપીઓ ઝડપાયા.
અન્ય સમાચારો પણ છે...