તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 12 બિનવારસી બાળકોને મળ્યું નવજીવન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:માનવ સમાજની ભરી વસ્તીઓ વચ્ચે જન્મ સાથે જ ત્યજી દેવાયેલાં બાળકો મળી આવવાની ઘટના હર કોઇને કંપારી લાવી દે તેવી હોય છે. તેમ છતાં એ સત્ય છે કે રોજબરોજના જીવનમાં જેમને હળવા-મળવાનું બને છે એમાં જ ક્યાંક એવા મનુષ્યોનું અસ્તિત્વ છે કે જેઓ પોતાના જ જણ્યાઓને પાળવાને બદલે નોંધારા છોડી દેવાનું કૃર કૃત્ય કરે છે. જો કે એની સામે આશ્વાસન પણ છે કે એ જ મનુષ્ય સમાજમાં પાછી આવા બાળકોને પનાહ આપવાની પણ એક પ્રશંસનીય વ્યવસ્થા પણ છે. સર ટી હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં 12 નવજાત શીશૂઓને નવજીવન મળ્યા છે.
છેલ્લા અઢી વર્ષમાં સર ટી હોસ્પિટલના એનઆઇસીયુ વિભાગમાં 12 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. વિભાગના હેડ ડો. જે.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ અહીં આપવામાં આવેલી સારવારનું ઊડીને આંખે વળગે એવું તથ્ય એ છે કે બિનવારસી હાલતમાં મળી આવતા બાળકોની કંડીશન સામાન્ય રીતે અત્યંત નાજુક હોય છે તેમ છતાં અહીં દાખલ થયેલ તમામ બાળકોનો અહીં અપાયેલી લેવલ-થ્રી કેરના કારણે બચાવ થયો છે. જ્યાં બાળકનું જીવતાં રહેવું અશક્ય હોય એવી જગ્યાઓ પર ફેંકી ત્યજી દેવાયા બાદ લોકો, સંસ્થાઓ કે પોલીસ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવતા શીશૂઓની પરિસ્થિતિ સાધારણ રીતે ગંભીર હોય છે.
તેમને નિયોનેટલ સેપ્ટીસેમિયા, સેપ્ટીક સ્ક્રીન હોવાની સંભાવનાને લઇને તપાસ કર્યા બાદ રિપોર્ટ પોઝીટીવ હોય તો એન્ટીબાયોટીક્સ આપીને આગળની સારવાર હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે તેમને 15 દિવસથી લઇને દોઢ મહિના સુધી વેન્ટીલેટર સહિતના મશીનના ઉપયોગ સાથે લેવલ-થ્રી કેર આપવામાં આવે છે. આ દિવસો દરમ્યાન તેમને હાઇજીનીક કંડીશનમાં તૈયાર કરેલું દૂધ આપવામાં આવે છે. સામાન્ય રીતે બાળક બાળકના ગાર્ડીયન બાળ સુરક્ષા ગૃહ તરફથી હોય છે અને બાળક તંદુરસ્ત અને સલામત સ્થિતિમાં આવે ત્યારે તેને બાળ સુરક્ષા ગૃહને અથવા કોર્ટને સોંપવામાં આવે છે.
કોણ પહોંચાડે છે બાળકોને દવાખાને
સામાન્ય રીતે બાળ વિકાસ ગૃહ, પોલીસ, એક્ટીવ સોસાયટીના સભ્યો, નેતાઓ, સેવાભાવીઓ, ઇમર્જન્સી સેવા 108 દ્વારા અનાથ શીશૂઓને હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ક્યારેક કોર્ટ દ્વારા પણ આવા બાળકને હોસ્પિટલાઇઝ્ડ કરાય છે. આવા તમામ કેસમાં એમએલસી - મેડીકલ લીગલ કેસ થાય છે અને પોલીસ દ્વારા તેની તપાસ પણ થાય છે. પણ સામાન્ય રીતે પોલીસ તપાસ બાળત્યાગ કરનારને શોધી કાઢે એવું બનતું નથી.
કોણ પહોંચાડે છે બાળકોને દવાખાને
સામાન્ય રીતે બાળ વિકાસ ગૃહ, પોલીસ, એક્ટીવ સોસાયટીના સભ્યો, નેતાઓ, સેવાભાવીઓ, ઇમર્જન્સી સેવા 108 દ્વારા અનાથ શીશૂઓને હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ક્યારેક કોર્ટ દ્વારા પણ આવા બાળકને હોસ્પિટલાઇઝ્ડ કરાય છે. આવા તમામ કેસમાં એમએલસી - મેડીકલ લીગલ કેસ થાય છે અને પોલીસ દ્વારા તેની તપાસ પણ થાય છે. પણ સામાન્ય રીતે પોલીસ તપાસ બાળત્યાગ કરનારને શોધી કાઢે એવું બનતું નથી.
આગળની સ્લાઇડમાં વાંચો,ત્યાગનું મોટું કારણ અવૈધ્ય સંબંધ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો