તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉના તાલુકાના બે દિવ્યાંગ બાળકોનાં પિતા સહિત અકસ્માતમાં બેનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના: તાલુકાના સિલોન ગામનાં પાટિયા પાસે ખાપર ગામનાં દિવ્યાંગ બાળકોનાં પિતા સહિત બે બાઇક સવાર યુવકોને ટ્રક ચાલકે અડફેટે લેતા બન્નેના કરણ મોત નિપજયા હતા. ખાપર ગામનાં બાબુભાઇ બારૈયા (ઉ.વ.40) તથા જયંતીભાઇ કાળુભાઇ કામળીયા (ઉ.વ.22)વાળા નાથાળાથી તેમની જ્ઞાતીનાં લગ્નની જાન મુકી ખાપર ગામે આવતા હતા.

તે વખતે સીમેન્ટ ભરેલા ટ્રક નં. જીજે 11 ઝેડ 8003ના ચાલકે બન્ને બાઇક સવારોને અડફેટે લેતા અને બન્નેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાં સ્થળે જ બન્ને યુવકોનાં મોત નીપજયા હતા. મરણ જનાર બાબુભાઇને બે દિકરા છે. જે બન્ને જન્મથી જ દિવ્યાંગ હોય તેમની સારવાર તથા ઓપરેશન અમદાવાદ કરાવવા માટે મુખ્યમંત્રીની યોજના હેઠળ સરકારી ખર્ચે કરાવવાની તૈયારી થઇ ગઇ હતી.

ત્યારે જ આ કરૂણાંતિકા સર્જાતા અને તેમા બાબુભાઇનું મોત નીપજતા પત્ની અને બન્ને દિવ્યાંગ પુત્રો નોંધારા બની ગયા છે અને હવે બન્ને બાળકોની સારવાર પરિવારનાં મોભી જતા રહેતા કોણ કરાવશે. તે અંગે ગમગીની સાથે ચકચાર મચી ગઇ છે.
અન્ય સમાચારો પણ છે...