બોટાદમાં આખલાની અડફેટે વેપારીનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
- ટ્રાફિકનું નિરાકરણ થયુ નથી ત્યાં આખલાઓનો વધતો જતો ત્રાસ
બોટાદ: બોટાદમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે. તેનો ઉકેલ હજુ આવ્યો નથી ત્યાં છેલ્લા કેટલાંક સમયથી શહેરમાં આખલાનાં ત્રાસે માઝા મુકી છે. જેમાં એક વણિક વેપારીને અડફેટે લેતાં તેઓનું મોત નિપજ્યું હતું. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ બોટાદમાં છેલ્લા ઘણા સમયથી આખલાનો ત્રાસ લોકો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. જોકે અગાઉ પણ આખલાએ અનેક નગરજનોને અડફેટે લઈ નાની-મોટી ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી છે.
ત્યારે શાકમાર્કેટ વિસ્તારમાં એક આખલાએ કોટનનાં વેપારી એવા મનોજભાઈ હર્ષદભાઈ બગડીયા નામનાં વણિકને અડફેટે લેતા અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ બોટાદ અને વધુ સારવાર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નિપજતાં બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે તંત્ર દ્વારા આખલાનાં ત્રાસ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોએ લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. બોટાદ ગામમાં અચાનક ખૂંટિયા ક્યાંથી ઉમટી પડ્યા છે તેના અંગે પણ શંકા-કુશંકા પ્રવર્તિ રહી છે.
અન્ય સમાચારો પણ છે...