તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભી ખાતે બંદર હતું તેના પુરાવા રૂપે બે લંગરો ઉભા છે અડીખમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર: વલભીપુર શહેર એ એક સમયે ઐતિહાસીક નગરી,બંદર,વલભી વિદ્યાપીઠ સહિત ઘણીબધી બાબતોનો સુર્વણ ઈતિહાસ આ ધરતી હેઠળ ધરાબાયેલા છે તે બાબત તો હવે ર્નિવિવાદ પણે કહી શકાય તેમ છે. કારણ કે, હાલમાં ખંભાતનો અખાત અને ભાવનગરની ખાડી તરીકે વર્તમાન સમયમાં ઓળખાય છે તે ખાડી હાલનાં વલભીપુરથી માત્ર 10 કિ.મી દુર છે તેથી નિ:શંક રીતે માની શકાય કે વલભી બંદર એક સમયે વલભીપુરમાંજ હતું પરંતુ કાળક્રમે દરીયો દૂર થતો ગયો હશે.

અલબત્ત, બંદરનાં સાક્ષી સ્વરૂપે નાના વહાણોને લંગારવા માટેનાં બે નાના લંગરો છે પહેલા આ લંગરો શહેરનાં જકાત નાકા પાસે હતાં. ત્યારબાદ ક્રેઈનની મદદ વડે તેને વલભીપુર ઘેલો નદી કાંઠે ફીટ કરવામાં આવ્યા છે જે બન્ને લંગરો વલભીના ઝાંઝરમાન ઇતિહાસનાં મૂક સાક્ષી તરીકે હાલની તારીખે અડીખમ ઉભા છે.
અન્ય સમાચારો પણ છે...