• Gujarati News
  • Tuition Class Teacher Moilst With The Student Modified Complaint At Bhavnagar

ટ્યુશન કલાસમાં ગુરૂએ બાળા સાથે અડપલા કર્યાની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લોક કલ્યાણ ફાઉન્ડેશનના સંચાલક સામે રાવ
- સિદસરમાં બનેલી ઘટનામાં સંચાલકની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

ભાવનગર : ભાવનગરના સીદસર ગામે આવેલ એક સંતની જગ્યામાં આ જ વિસ્તારના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે એક સંસ્થા દ્રારા ટયુશન કલાસ ચાલતા હતા. જેમાં ટયુશન સંચાલકે સીદસરમાં જ રહેતી એક વિધાર્થીની પાસે બીભત્સ માંગણી કરી અશ્લીલ ચેનચાળા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતા વરતેજ પોલીસે લંપટ ગુરુની ધરપકડ કરી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સીદસર વિસ્તારમાં રહેતી એક સગીરા વેલનાથ બાપાની જગ્યામાં ચાલતા લોક કલ્યાણ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા ટયુશન કલાસીસ ચાલે છે તેમા જતી હતી. ત્યારે આ સગીરાને ટયુશન કલાસીસના સંચાલક રોહીતભાઇ વેદમણી ઉપાધ્યાય દ્વારા અવાર-નવાર બીભત્સ માંગણી, અશ્લીલ વાતો અને શારીરીક ચેનચાળા કરી તેમજ સંચાલકે આટલી હદ વટાવ્યા પછી રોહીતભાઇએ સગીરાને સાથળ સુધી પગચંપી કરવા દબાણ કર્યુ હતુ.

પરંતુ સગીરાએ સંચાલકને પગચંપી કરવાની ચોખ્ખી ના પાડી દેતા તેણીને ઘાક-ઘમકી આપવામા આવી હતી. આ અંગે સગીર વયની વિધાર્થીનીઓએ આ બાબતે તેના પરિવારજનોને વાકેફ કર્યા હતા. અને પરિવારજનોએ એક-બીજા સાથે સલાહ-મસવરા કરી વરતેજ પોલીસ મથકમાં ટુયશન કલાસીસના સંચાલક રોહીતભાઇ ઉપાધ્યાય સામે પોસ્કો સહીતની જુદી-જુદી કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રોબેશનર એ.એસ.પી.વાય.ડી.જગાણીયાએ આરોપી રોહીત ઉપાધ્યાયની ધરપકડ કરી કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે નોંધનિય છે કે આ અગાઉ ભાવનગર શહેર િજલ્લામાં શિક્ષણ િવભાગને કલંકિત આવી અનેક ઘટનાઓ બનવા પામી છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટનાની ફરિયાદ નોંધાવા પામતા શિક્ષણ જગતમાં ફરી આ મુદ્દે ભારે ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે.