તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલે 5120મી ગીતા જયંતીની થશે દેશભરમાં ભાવભેર ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: તા.30 નવેમ્બરને ગુરૂવારે વિક્રમ સંવત 2074 નાં માગશર માસની શુકલ એકાદશી એ ગીતા જયંતિ તરીકે સમગ્ર ભારતવર્ષમાં હર્ષોલ્લાસભેર ઉજવાશે. ભારતમાં વસતો અને હિ‌ન્દુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવતો કોઇ માણસ એવો નહિ‌ હોય કે જે ગીતા વિષે કશુ જાણતો નહિ‌ હોય. સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો ધર્મગ્રંથ છે કે જેની 5120 મી જયંતિ ઉજવાઇ રહી હોય. કર્મ, ભકિત અને જ્ઞાન એમ ત્રિવિધ પાસાઓને ઉજાગર કરીને સ્વધર્મ કેમ કરી શકાય એનુ તાત્વીક જ્ઞાન આ ગ્રંથમાં 700 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે.

 

 કેટલી સરળતા અને સહજતાથી માણસે પોતાના ધર્મનું આચરણ કરવું એની સ્પષ્ટ પરિભાષા આ મહાગ્રંથમાં નિરૂપવામાં આવી છે. માણસનાં જીવનનું કોઇ એવુ ક્ષેત્ર નહિ‌ હોય જેમાં ગીતાનો સાર ઉપયોગી ન બનતો હોય. ભગવાન કૃષ્ણએ આ 700 શ્લોકોમાં જીવનની દરેક સ્થિતિનો વિચાર કર્યો, તેનાં પ્રશ્નો સમજયા અને તેનો ઉકેલ પણ આપ્યો.


મહાભારતનાં છઠ્ઠા પર્વ ભીષ્મપર્વનાં 25 થી 42 સુધીનાં અધ્યાયમાં ભગવદ્ ગીતાનો સમાવેશ થયો છે. મહર્ષી પારાશર અને મત્સયગંધાનાં મિલનથી ભગવાન વેદ વ્યાસ ઉત્પન્ન થયા. એમનું સાચુ નામ શ્રી કૃષ્ણ બાદરાયણ ( દ્વૈપાયન ) વ્યાસ જેમણે ગીતાને છંદબઘ્ધ શ્લોકોમાં રૂપાંતર કરી ગીતાનું ગ્રંથ તરીકેનું સર્જન કર્યુ.

 

ગુરૂવારે મોક્ષદા એકાદશી પણ ઉજવાશે


વૈષ્ણવ સંપ્રદાયમાં એકાદશીનું મહાત્મય અદભૂત પ્રમાણમાં વર્ણવામાં આવ્યું છે. માગશર માસની શુકલ એકાદશી એ મોક્ષદા એકાદશી તરીકે પ્રચલીત છે. ગીતા જયંતિએ  ઉપવાસ અને એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે. ભગવાન શ્રીધરને પ્રસાદમાં રાજગરો ધરવાની પરંપરા આપણા ધર્મગ્રંથોમાં દર્શાવવામાં આવી છે.

 

અન્ય સમાચારો પણ છે...