ભાવનગર: આજથી પાટીદાર આંદોલન સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ગત તા.11 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખના સન્માનના કાર્યક્રમમાં જય સરદારનો નારો લગાવવા બદલ કેયુર પટેલ અને અંકિત પટેલને અમાનુષી માર મારવામાં આવ્યો અને આ મામલે પોલિસ ફરિયાદ થયા બાદ હવે ન્યાયની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તા.15 સપ્ટેમ્બરને ગુરૂવારથી પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું છે.
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ થયેલા કેયૂર પટેલને રાજકીય દબાણ હેઠળ પુરી સારવાર આપવામાં આવી નથી અને ખોટી રીતે હેરાન કરાયો છે તેવો આક્ષેપ પણ કર્યો છે. આવતી કાલ તા.15ને ગુરૂવારે પ્રતિક ઉપવાસનો આરંભ થશે જેમાં ભાવનગર જિલ્લા પાસ કન્વિનર નિતીનભાઇ ઘેલાણી, દિલીપભાઇ સાબવા, અશ્વિનભાઇ સાંકડાસરીયા વિગેરે જોડાશે.
અન્ય સમાચારો પણ છે...