તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પાટીદાર જન આક્રોશ રેલી: પોલીસ અને પાટીદાર સામ સામે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ભાવનગરમા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના અભિવાદન સમારોહમાં પાટીદાર યુવાને જય સરદારના નારા લગાવતા પોલીસે પાટીદાર યુવાનને ઢોર માર માર્યો હતો જેથી પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ભાજપના ઇશારે પોલીસની ભુમીકાના વિરોધમાં પાટીદારોએ ધરણા યોજ્યા બાદ આવતીકાલે ગુરૂવારે પાટીદાર સમાજની જનઆક્રોશરેલીના આયોજનથી તંત્ર પણ ફફડી ઉઠ્યુ છે અને ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત અને એસઆરપીની ટુકડી મુકી રેલીને અટકાવવાના તમામ પ્રયાસો કરતા રાજયરમાં ચકચાર મચી છે.
ભાવનગરમાં પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહ્યું છે
બીજી તરફ તંત્રએ ભલે મંજૂરી ન આપી છતા રેલી કાઢવા પાટીદાર સમાજ મક્કમ બન્યુ છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહ બાદથી ભાવનગરમાં પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. અભિવાદન બાદ મંજૂરી નહી હોવા છતા ચાર દીવસ પાટીદારો કલેકટર કચેરીએ ધરણા પર બેઠા હતા ત્યારબાદ તેઓની અટકાયત કરવામાં આવતા પાટીદારોએ નિર્મળનગર ખાતે ધરણા શરૂ કર્યા અને હવે પાટીદાર પર અમાનુષી અત્યાચાર ગુજારનાર પોલીસ સામે તટસ્થ કાર્યવાહી કરવાની માંગ સાથે આવતીકાલ તા.29ને ગુરૂવારના રોજ સવારે 10 કલાકે નિર્મળનગરથી વિશાળ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ ઘડતા પોલીસ તંત્ર સાબદુ થઇ ગયુ છે.
જીતુભાઇ વાઘાણીનો સ્માન સમારોહ બિનરાજકીય હતો
પાટીદારોની રેલીમાં ગુજરાતભરના પાસના કન્વીનરો અને જુદા જુદા સમાજના આગેવાનો જોડાવા હોવાનું ભાવનગર પાસ કન્વીનર નીતીન ઘેલાણીએ જણાવ્યુ છે.પાટીદાર રેલી સંદર્ભે શહેરભરમાં ખડકેલી પોલીસને કારણે વાતાવરણ તંગ બની ગયું છે.પાટીદારની રેલી સંદર્ભે ભાવનગર નાગરીક અભિવાદન સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખીતમાં અનુરોધ સાથે જણાવ્યું છે કે, જીતુભાઇ વાઘાણીનો સ્માન સમારોહ બિનરાજકીય હતો. જેમાં કોઇ ઘટના બની નથી તેથી શહેરમાં શાંતિ જળવાઇ તેવી અપીલ કરી છે.
જયારે બીજી તરફ પાટીદાર સમાજના આગેવાન વિમલભાઇ પટેલે પાટીદાર આંદોલનને કોંગ્રેસ પ્રેરીત ગણાવી બંધારણીય જોગવાઇ પ્રમાણે પાટીદાર સમાજને કોઇ અનામત મળે તેમ નહી હોવાનું જણાવી પાટીદાર અનામત આંદોલનને વખોડ્યુ છે. પાટીદાર તથા દલિત યુવાનો પર થયેલા દમનના વિરોધમાં મહારેલીને દલિત સમાજ દ્વારા સમર્થન જાહેર કરાયું છે. આ રેલીમાં દલિત સમાજના આગેવાનો પણ જોડાશે.
અન્ય સમાચારો પણ છે...