તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે 57 સેકન્ડ પડછાયો થશે ગાયબ, જાણો ક્યાં કેટલા વાગે જોવા મળશે ઘટના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: તા.13 જુલાઇને ગુરૂવારે એક અનોખી ખગોળીય ઘટના બનશે જેમાં ભાવનગરમાં 57 સેકન્ડ સુધી વ્યક્તિ, વૃક્ષ કે કોઇ પણ વસ્તુનો પડછાયો ગાયબ થઇ જશે. આ અચંબિત કરતી ઘટનાને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. વિષવવૃત ઉપર આવેલા પ્રદેશોમાં જ આ ઘટના અલગ અલગ દિવસોમાં અને વર્ષમાં બે વખત બનતી હોય છે. ભાવનગર શહેરમાં ગુરૂવારે બપોરે 12.47 કલાકે આ ઘટના જોવા મળશે.
 
વર્ષમાં બે વખત આવી ઘટના બને છે
 
આ પ્રકારના વૈજ્ઞાનિક ઘટનાઓને અને તેના તથ્યોને લોકો સુધી પહોંચાડવામાં પ્રયત્નશીલ લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ ચલાવવામાં આવે છે જે અંતર્ગત તા.13 જુલાઇને ગુરૂવારે બપોરે 12.15 કલાકથી 1 વાગ્યા સુધી તખ્તેશ્વર મંદિર ખાતે સેલ્ફિ વિધાઉટ શેડોનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં શહેરના ખગોળપ્રેમીઓને આવી પોતાની સેલ્ફિ લેવા નિમંત્રણ પાઠવાયું છે. આ વૈજ્ઞાનિક ઘટના માટે ખગોળ પ્રેમીઓમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે.
 
ક્યારે કેટલા વાગે જોવા મળશે ઘટના
 
સ્થળ તારીખ સમય
તખ્તેશ્વર મંદિર 13 જુલાઇ બપોરે 12.47
તરસમીયા 13 જુલાઇ બપોરે 12.47
ટોપ થ્રી 14 જુલાઇ બપોરે 12.47
તળાજા 16 જુલાઇ બપોરે 12.48
ગારિયાધાર 15 જુલાઇ બપોરે 12.50
વલ્લભીપુર 12 જુલાઇ બપોરે 12.48
અન્ય સમાચારો પણ છે...