તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર મહાશિવરાત્રિનું પર્વ: આ વર્ષે સોમવાર અને મહા શિવરાત્રિનો પવિત્ર સમન્વય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: આ વર્ષે વિક્રમ સંવત 2072 માં માઘ માસ વદ 13ને સોમવારે તા. 7 માર્ચનાં રોજ મહા શિવરાત્રિ ઉજવાશે. રાત્રિનાં ભાગની સ્પષ્ટ ચૌદશ તિથી હોય એ દિવસે શિવરાત્રિ ઉજવવાની શાસ્ત્રાજ્ઞા છે. તેથી તા. 7 માર્ચને સોમવારે મહાશિવરાત્રિનું પાવન પર્વ ઉજવાશે. શિવરાત્રિનાં મંગલ પર્વે થતી શિવપૂજાનું શાસ્ત્રોકત મહાત્મય વધે છે.

- ચાર પ્રહરની ચાર મહાપૂજા કરવામાં આવશે
- પૂજા માટે નિશિથ કાળ 7 માર્ચને સોમવારે રાત્રિના 12-27થી 1-21 સુધીનો રહેશે

માઘ માસમાં કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રિ એ શિવરાત્રિ છે. આ દિવસે અને ખાસ કરીને રાત્રિનાં સમયે દેવાધિદેવ મહાદેવની આરાધના, સાધના અને ઉપાસના તથા ભકિત વધુ ફળદાયી બને છે. રાત્રિનાં ચાર પ્રહરની ચાર મહાપુજા કરવામાં આવે છે. મહાકાલનાં સ્થાનક ઉજ્જૈનમાં ભસ્મ આરતીની અલૌકીક અનુભૂતિ કરનારા લોકો જીવને શિવની સાથે સંધાન કરવાનાં પ્રયત્નો કરે છે.

આ વર્ષે શિવરાત્રિનો નિશિથ કાળ સોમવારે રાત્રિનાં 12-27થી 1-21 સુધી છે તેમ શ્રીધર પંચાગવાળા ગિરીશભાઇ જોષીએ જણાવ્યું છે. ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે કોઇ વિશેષ વિધી-વિધાન કે પૂજા સામગ્રીની જરૂર નથી. માત્ર શ્રઘ્ધાપૂર્વક ભાવથી શિવલીંગ ઉપર શુઘ્ધ જળ, દૂધ કે બિલીપત્ર ચઢાવવાથી પણ મહાદેવની કૃપા થાય છે. અને માણસને ભવાટવીનાં બંધનમાંથી મુકત થવાની ક્ષમતા ભગવાન ભોળાનાથ આપે છે. પાર્થિ‌વ શિવલીંગ બનાવી તેની પુજા પણ પુણ્યકારક છે. મહામૃત્યુંજય જાપ અને પંચાક્ષરી ”મ નમ: શિવાય પણ શ્રેષ્ઠ મંત્ર છે.
અન્ય સમાચારો પણ છે...