તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપી થયેલી હત્યા મામલે કોઇ કડી નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: ભાવનગર નજીક આવેલા સીદસર ગામે આવેલા 25 વારીયામાં  થયેલી પરીણીતાની અજાણ્યા શખ્સે હુમલો કરી તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાસી છુટયાની ઘટનાને 48 કલાક વીતી ગયા પછી પણ પોલીસને આ મામલે હત્યાનુ કારણ કે હત્યારાના સગડ મળ્યા નથી.


સીદસર ગામ ખાતે આવેલા 25 વરીયામા઼ રહેતા અને શહેરની ઘરશાળાની દિવાલ પાસે આવેલી ઇડલીની લારી પર કામ કરતા અનિલભાઇ ગોવિંદભાઇ પરમાર સવારે પોતાના ઉપરોકત જગ્યાએ ફરજ પર ગયા હતા.તે દરમિયાન ઘરે તેમના પત્ની સોનલબેન (ઉ.વ.21 )એકલા હતા.અને બપોરના સમયે કોઇ અજાણ્યા શખ્સે ત્યા પહોંચી જઇ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી કરપીણ હત્યા કરી નાસી છૂટયો હતો.

 

બનાવની જાણ થતા મૃતકના પતિ અનીલભાઇ તુરંત જ પોતાના ઘરે પહોંચ્યા હતા.અને આ બનાવ અંગે વરતેજ પોલીસમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે અનિલભાઇએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોતાની પત્નીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

 

આ બનાવને બે દિવસનો સમયગાળો વિતી ગયા છતાં હત્યાનું કારણ કે હત્યારાના સગડ પોલીસને મળ્યા નથી.બનાવની તપાસ કરતા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.પી.ગઢવીએ જણાવ્યુ઼ હતુ કે હાલમાં વડા પ્રધાનનો પાલીતાણા ખાતે કાર્યક્રમ હોય તેમા વ્યસ્ત છીએ.જયારે કે આજે આવતી કાલે નારી ચોકડી ખાતે યોજાનાર રાહુલ ગાંધીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં રોકાયા હોય તેઓ ફોન ઉપાડતા નથી અને તે અંગેની આજથી જ તૈયારીઓ કરવાની હોવાથી આ બનાવ અંગે કોઇ તપાસ આગળ વધી નથી.જો કે તેમના સોર્સ દ્વારા તપાસના ચક્રો ગતમાન હોવાનુ જાણવા મળી રહ્યુ છે. શહેરમાં મહિલાની થયેલી હત્યાને બે િદવસ જેવો સમયગાળો વીતી ગયો છતાં કોઇ સગડ મળ્યા નથી. તો બીજી બાજુ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું ગાણું ગાય છે.

અન્ય સમાચારો પણ છે...