• Gujarati News
  • There Is Also A Music Expert Topers Devansi At Bhavnagar District In 12th Sience

ભાવનગર : જિલ્લામાં ટોપર્સ દેવાંશી સંગીત વિશારદ પણ છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 99.99 પર્સન્ટાઇલ મેળવનાર દેવાંશીએ આયોજનથી મેળવી સફળતા

ભાવનગર : મેં ધો.10માં 93 ટકા મેળવ્યા બાદ મારૂ લક્ષ્ય નિશ્ચિત કર્યું અને તબીબ ક્ષેત્રે કેરિયર ઘડવા કૃતનિશ્યયી થયા બાદ મેં ધો.12 સાયન્સના આ આખા વર્ષ દરમિયાન રેગ્યુલર સ્કૂલના અભ્યાસ બાદ પાંચ કલાકની નિયમિત મહેનત કરી સ્માર્ટ વર્કને તેમાં જોડ્યું અને આજે મને મનગમતી સફળતા મળી છે તેમ સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થા, સરદારનગરમાં 99.99 પર્સન્ટાઇલ અને 97.75 ટકા મેળવી સમગ્ર જિલ્લામાં ઝળહળતી સફળતા મેળવનારી દેવાંશી વડોદરિયાએ એક મુલાકાતમાં હર્ષભેર જણાવ્યું હતુ.

ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપ લીધું અને હવે આ સફળતા મળતા પહેલા તો એમબીબીએસ થવું છે ગુરુકુળમાં રોજ સવારના 7.30થી બપોરના 12.30 સુધી અભ્યાસ બાદ નિયમિત વધારાના પાંચ કલાકના અભ્યાસ અને શિક્ષકના માર્ગદર્શનના કારણે આ સફળતા મેળવી છે તેમ ઉમેર્યુ હતુ. ઇતર શોખમાં મને સંગીત સૌથી વધુ પ્રિય છે અને મેં સંગીતના વિશારદની ડિગ્રી જે સંગીતના સ્નાતક ગણાય તે ગત વર્ષે જ મળેવી લીધી છે. આ મારી 6 વર્ષની મહેનતનું પરિણામ છે. તેમ જણાવ્યું હતુ. હું દરરોજ ફ્રેશ થવા માટે સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા જોતી અને અન્ય માહિતીપ્રદ કાર્યક્રમો નિહાળતી પણ એક કલાકથી વધુ નહીં તો નેશનલ જ્યૉગ્રાફી અને સફારી જેવા મેગેઝીન પણ વાંચતી તેમ જણાવ્યું હતુ. તેના પિતા ચેતનભાઇ સિવીલ ઇજનેર છે જ્યારે માતા દર્શનાબહેન કમ્પ્યુટર ઇજનેર છે.