ભાવનગરઃભાવનગર પરા રેલવે સ્ટેશને રેલવેના અધિકારીનો નજર સામે જ લોકો રેલવેના પાટા ઓળંગીને કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે છતાં કોઇ જ પગલાં લેવામાં આવતાં નથી. અધિકારીઓ આ નિયમભંગ જોવા છતાં નહીં જોવાનો અભિનય કરી રહ્યા છે કારણ કે વાંક ખુદ રેલવે તંત્રનો જ છે. અહીં ફૂટ ઓવરબ્રીઝનો પ્રશ્ન વર્ષોથી ટલ્લે ચડેલો છે પરિણામે આ સ્ટેશનની શરૂઆતથી લઇને આજ સુધી રેલવેના વાંકે અહીં નિયમભંગ થઇ રહ્યો છે. જાણવા મળે છે આ પ્રકારની
સ્થિતિ ભાવનગર રેલવેમાં 10 રેલવે સ્ટેશનો પર છે.
પરિસ્થિતિ એવી છે કે ભાવનગર ટર્મીનસથી ઉપડતી પાલીતાણા સહિતની ટ્રેનો જ્યારે પરા રેલવે સ્ટેશને આવીને ઊભી રહે છે ત્યારે તે સ્ટેશનની સામેના પ્લેટફોર્મ પર અડી હોય છે પરિણામે પેસેન્જરોએ ફરજિયાત પાટા ઓળંગીને ટ્રેન એટેન્ડ કરવી પડે છે. આ માટે પેસેન્જરો પાસે નિયમભંગ કરવા સિવાય બીજો કોઇ જ માર્ગ રહેતો નથી.