તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફુલચંદભાઈ જેમણે કરી 142 દેશોની યાત્રા, પગ મૂકે એટલે શીખી લે છે ત્યાંની ભાષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: પ્રતિભાને સરહદોના સીમાડા અવરોધક બનતા નથી. ભાવનગર જિલ્લાના ઉમરાળામાં જન્મેલા ફુલચંદભાઈ શાસ્ત્રી તેનું ઉદાહરણ છે. અત્યાર સુધીમાં તેમણે આધ્યાત્મિક જાગૃતિનો સંદેશો ફેલાવવા વિશ્વના 142 દેશોની વિક્રમી યાત્રા કરી છે. 500 કેદીઓ સહિત 5000થી વધુ વિદેશીઓને શાકાહારી પણ બનાવ્યા છે.  અનેક પ્રકારની પ્રતિભા બાળપણથી જ પાંગરી હોય 19 વર્ષની વયે 1500 જેટલા આધ્યાત્મિક ગ્રંથો કંઠસ્થ કરી લીધા હતા. હાલ પણ તેમની વિશેષતા છે કે જે પણ દેશમાં પગ મૂકે છે ત્યાંની ભાષા શીખી લે છે.

 

ફિલિપાઈન્સમાં 35 ભાષાઓનાં પ્રવચનનો રેકોર્ડ


ફુલચંદભાઈ શાસ્ત્રીનો ફિલિપાઈન્સ દેશમાં 35 ભાષાઓમાં પ્રવચન આપવાનો રેકોર્ડ છે. પ્રવચનકાર તરીકે પણ અનેક સિદ્ધિઓ મેળવી હોય કુલ 29,000 કલાકના પ્રવચનોનો આંકડો જણાવે છે. સોનગઢના પારસભાઈ શાહે તેમના િવષે જણાવ્યું કે કાનજીસ્વામી અને શ્રીમદ્દ રાજચંદ્ર તેમના આધ્યાત્મિક ગુરૂ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશનને પંચમકાળના અંત સુધી સુરક્ષિત રાખવા માટે ઝુંબેશ ઉપાડી છે.

અન્ય સમાચારો પણ છે...