તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા વન વિભાગે નીલગાયના શિકારના કાવતરાનો પર્દાફાશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા: તળાજા વન વિભાગનાં ઇન્ચાર્જ આર.એફ.ઓ. એચ.જે.વાંદા અને તેની ટીમને મળેલી બાતમી આધારે ભાવનગર જિલ્લાનાં નાયબ વન સંરક્ષક ડો.મોહન રામનાં માર્ગદર્શન હેઠળ ગત તા.8/6ના રાત્રે ફીલ્ડ પેટ્રોલીંગમાં હતા.ત્યારે ફૂલસર ગામની સીમમાં લાલુભાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા ડફેર સતાર ભુરાભાઇ કાતીયાર,અને અલારખા ભુરાભાઇ કાતીયાર તથા અન્ય બે નાં કબ્જામાંથી વન્યપ્રાણી નિલગાયના કપાયેલા પગ તથા જામગરીવાળી બંદૂક,દારૂગોળો વગેરે મળી આવેલ.

માંસ,પશુના પગ,જામગરી બંદૂક વિગેરે કબજે લેવાયા

તેમજ વધુ તપાસમાં ઉંચડી-ફૂલસર રોડ પર નિલગાયનો મુતદેહ પણ મળી આવેલ આ અંગે વધુ પુછપરછ કરતા તેમણે ઝાંજમેર ગામનાં કરણ જેરામની વાડીએ મટન મોકલી આપેલ.તેમજ વધારાનું માંસ મહુવા-પીપાવાવ તરફ મોકલી આપેલ હોવાનું જાણવા મળતા તમામની ધરપકડ કરી વન્યજીવન સંરક્ષક ધારા હેઠળ કાર્યવાહી કરી તળાજા કોર્ટમાં રજુ કરાતા બે ભાઇઓને અદાલતે જેલ હવાલે કરવા હુકમ કરતા વન વિભાગે બન્નેને જેલ હવાલે કર્યા હતા.

ઉપરોકત દરોડામાં તળાજા આર.એફ.ઓ. એસ.જે.વાંદા ઉપરાંત રવિરાજસિંહ રાઠોડ તથા આર.આર.પંટયા, જે.એલ.વાઘેલા,આર.વી. ગાેહિલ સહીતના વન વિભાગ તળાજાનો સ્ટાફ જોડાયો હતો. તળાજા ઇન્ચાર્જ આર.એફ.ઓ.ના જણાવ્યા મુજબ આ ઘટનાની તપાસ દરમિયાન શિકાર અંગેની વધુ બાતમી મળી હતી.જે બાબતે પણ સઘન તપાસ કરવામા આવશે.આ કામગીરીમાં તળાજા પોલીસનો પણ સહકાર મળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...