તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર અને તળાજામાં ભાદરવાના ઝાપટા વરસ્યા, તળાજામાં અડધી કલાકમાં 8 મિમિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(શહેરમાં વરસાદ વરસતા રોડ રસ્તા પલળી ગયા હતા)
ભાવનગર:ભાવનગર શહેર અને જિલ્લામાં ભાદરવાના બીજા સપ્તાહમાં હવે હળવા-ભારે ઝાપટા સ્વરૂપે ખંડવર્ષા વરસવી શરૂ થઇ છે. જેમાં આજે તળાજામાં અડધી કલાકમાં 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો જ્યારે ભાવનગર શહેરમાં સાંજે પાંચેક વાગ્યા આસપાસ બે ત્રણ છૂટાછવાયા ઝાપટા વરસી ગયા હતા.
સાંજે પાંચ વાગ્યા બાદ શહેરમાં છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા
આજે ભાવનગર શહેરમાં બપોરે 34.3 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને હવામાં 74 ટકા ભેજ હોય ભાદરવાનો તડકો અનુભવાયો હતો પણ સાંજે પાંચ વાગ્યા બાદ શહેરમાં છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા. આજે એક મી.મી. વરસાદ ઝાપટા સ્વરૂપે નોંધાયો હતો. આજે તળાજામાં બપોર સુધી તડકો રહ્યા બાદ અડધા કલાકના સમયગાળામાં આઠ મી.મી. વરસાદ વરસી જતા તળાજામાં આજે સાંજ સુધીમાં આ સિઝનમાં કુલ વરસાદ 551 મી.મી.ના આંકને આંબી જતા સિઝનના કુલ 102.80 ટકા થઇ ગયો છે.
સાવરકુંડલામાં વરસાદી ઝાપટુ
સાવરકુંડલા.સાવરકુંડલા શહેરમા આજે વરસાદના હળવા ઝાપટા પડી ગયા હતા. અહી બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા પણ હળવા ઝાપટા પડી ગયા હતા. જો કે જિલ્લામા અન્ય કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા ન હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો