કોંગ્રેસ ઓબીસી મહાસંમેલનમાં આગેવાનોની બાદબાકીથી વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા ગરીબ અને પછાત વર્ગના જુદા-જુદા પ્રશ્નો માટે આવતીકાલ તા.29ના રોજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તેમાં ઓબીસી આગેવાનો, ધારાસભ્ય અને પક્ષ પ્રમુખની બાદબાકીથી ભારે વિવાદ સર્જાયો છે.

ગરીબ અને પછાત વર્ગના લોકોના જુદા-જુદા પ્રશ્નોની ચર્ચા અને ઉકેલાત્મક રજૂઆત માટે શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલ તા.29ને મંગળવારે સાંજે 4 થી 5-30 કલાક દરમિયાન મોતીબાગ ટાઉનહોલ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કાર્યક્રમ પૂર્વે જ વિવાદ શરૂ થયો છે. મહાસંમેલનના શહેરમાં ઠેર-ઠેર લગાડેલા બેનરોમાં પક્ષ પ્રમુખ ઉપરાંત ઓબીસી આગેવાનોની બાદબાકી કરવામાં આવી છે.

શહેર ઓબીસીનું આયોજન છે છતાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષીની બાદબાકી કરી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.રાણીંગાને પ્રથમ હરોળમાં મુકાયા છે જ્યારે િજલ્લામાંથી કરશનભાઈ વેગડ, મેહુરભાઈ લવતુકા, નિતાબેન રાઠોડ સહિતનાને સ્થાન અપાયું પરંતુ ઓબીસીના જ કોંગ્રેસના એક માત્ર ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ અને ઓબીસીના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ વાળા તેમજ ઝવેરભાઈ ભાલીયાની બાદબાકી કરતા કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો.

લ્યો બોલો, મોતીબાગને રાજીવ ગાંધી ગ્રાઉન્ડ બનાવ્યું !!
શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે યોજાનારા મહાસંમેલનનું સ્થળ રાજીવ ગાંધી ગ્રાઉન્ડ, મોતીબાગ ટાઉનહોલ રાખવામાં આવ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી મોતીબાગ ટાઉનહોલનું રાજીવ ગાંધી ગ્રાઉન્ડ નામકરણ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટેન્ટે જાતે જ કરી લીધું.
અન્ય સમાચારો પણ છે...