તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: ખેલ મહાકુંભમાં કરોડોનો ખર્ચ, વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક તરફ ખેલ મહાકુંભના આયોજન માટે કુલ મળી રૂા.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે તો બીજી બાજુ વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાત રાજ્યમાં ધો.9થી ધો.12ની ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લા 10 વર્ષથી બીપીએડ એટલે કે શારીરિક શિક્ષણના નિષ્ણાત શિક્ષકોની ભરતી જ થઇ નથી ઉલટાનું જે વ્યાયામ શિક્ષક નિવૃત્ત થાય છે તેની જગ્યાઓ પણ ખાલી જ છે. પછી તો આવી શાળાઓમાં ભાષાના શિક્ષકો સ્પોર્ટસ શિખવતા હોય છે.!
ગુજરાતમાં જ્યારે બાળકોને પાયાથી જ સ્પોર્ટસનું શિક્ષણ અને તાલીમ નથી મળતા ત્યારે આમા ક્યાંથી ઓલિમ્પિકમાં મેડલ મળે !! ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન આ વર્ષે પણ થયું છે ત્યારે વાસ્તવિકતા જુદી જ બહાર આવી છે. ગુજરાતમાં આજે પણ ધો.6થી ધો.8 એટલે કે ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં તો શારીરિક શિક્ષણનો વિષય જ નથી.એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુજરાત અને ભારતને ઓલિમ્પિક જેવા વિશ્વ કક્ષાના ખેલમહોત્સવમાં મેડલની આશા રાખે છે. આ તો મુંગેરીલાલ કે હસીન સપને જેવી સ્થિતિ છે.
ભાવનગરમાં જ 1100થી વધુ BPED ડિગ્રીધારકો બેરોજગાર
ધો.9થી ધો.12માં વ્યાયામ શિક્ષકોની ભરતી છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી બંધ થઇ ગઇ હોય એકલા ભાવનગર જિલ્લામાં જ 1100 જેટલા બીપીએડ ડીગ્રીધારકો જેણે ટાટ પાસ કરી છે તે બેરોજગાર છે અને ભરતીની રાહમાં છે.- કરણસિંહ ગોહિલ, બીપીએડ ડિગ્રી ધારક
જે વયે કૌશલ્ય વર્ધન થાય તે ધોરણોમાં વ્યાયામનો વિષય જ નથી
વિદ્યાર્થી કાળમાં 10 વર્ષ પૂર્ણ કર્યા બાદ 11 વર્ષથી લઇ 14 વર્ષની વય એવી છે જેમાં કિશોરવયે તે પોતાને મનપસંદ રમત ગમતમાં આગળ વધી કૌશલ્ય કેળવી શકે છે પણ ગુજરાત સરકારે તો આ વયે ધો.6થી ધો.8માં વિદ્યાર્થી ભણતો હોય તે વર્ષમાં શારીરિક શિક્ષણનો વિષય જ નથી. આ મોટી કરૂણતા છે.
નોન ગ્રાન્ટેડ શાળામાં પરિસ્થિતિ વધુ ખરાબ

ભાવનગર શહેર હોય કે જિલ્લો ગ્રાન્ટેડ શાળાઓમાં તો સ્પોર્ટસને લગતી પરિસ્થિતિ કાંઇક સારી છે કારણ કે મોટા ભાગની ગ્રાન્ટેડ શાળાઓ પાસે પોતાના મેદાન છે. પણ સ્વનિર્ભર શાળાઓમાં સ્થિતિ ખરાબ છે. કેટલીક શાળાઓ તો દુકાન જેટલી જગ્યામાં ચાલતી હોય છે. ત્યાં ક્યાંથી ખેલાડી તૈયાર થાય. - જિતેન્દ્રસિંહ વાળા, પ્રમુખ, જિલ્લા માધ્યમિક આચાર્ય સંઘ
આગળની સ્લાઇડમાં વાંચો,ભાવનગરમાં તો રમતની સ્પર્ધાઓ માટે મેદાન પણ નથી...
અન્ય સમાચારો પણ છે...