તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર-વેરાવળ નેશનલ હાઇવેના ચાલી રહેલા કામમાં ‘વાવ’નું નખ્ખોદ વળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:  એક તરફ સરકાર પુરાતત્વ ચીજ વસતુઓ અને મિલકતોના રક્ષણ માટે સતત પ્રયત્નશીલ હોય છે. જ્યારે બીજી તરફ વિકાસના નામે પુરતત્વનું નખ્ખોદ વાળવાના પ્રયાસોદ થઇ રહ્યા છે. હાલમાં ભાવનગર-વેરાવળ નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે. જેમાં રસ્તાની સાઇડમાં આવતી સો-સવાસો પુરાણી વાવને નેસ્ત નાબુદ કરવાની કાર્યવાહી શરૂ છે. જેની સાથે પુરાતત્વપ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

‘old is gold’ આમ જ નથી કહેવાતું જૂની પુરાણી ચીજ વસ્તુ અને મિલકતોનું અતિ મહત્વ હોય છે. જેથી સરકારે પણ પૌરાણિક ચીજ વસ્તુ અને મિલકતોને આપણી ધરોહર-વરસોની નામના સાથે તેમની જાળવણી માટે પુરાતત્વ ખાતાને જવાબદારી સોંપી છે. પરંતુ કોઇ વિકાસના નામે પુરાતત્વનું નખ્ખોદ વળી જાય છે.

ભાવનગર-વેરાવળ નેશનલ હાઇવેને પહોળો બનાવવાનો પ્રોજેક્ટ હાલમાં શરૂ છે. જેની આવશ્યકતા પણ છે અને હાલમાં ચાલી રહેલા નેશનલ હાઇવેનું કામ અિભનંદનને પાત્ર પણ છે પરંતુ વિકાસ સાથે પુરાતત્વની રક્ષા પણ જરૂરી છે. આ રોડ પર ભાવનગર જિલ્લાને સ્પર્શે ત્યાં સુધી કોબડી પાસે વેજલવાવ, રાજપરા, બુધેલ, ગંગાવાવ અને વાવડી ગામે વણાસીવાવ સહિતની ઘણી વાવો સવાસો વર્ષ પુરાણી છે. 

સવાસો-દોઢસો વર્ષ જૂની વાવ હોવા છતાં આજે પણ વણાસીવાવ સહિતની વાવની મજબૂતાઇ અકબંધ છે. રાજુલાના પત્થરનું બાંધકામ અને કોતરણી બેનમુન છે. ત્યારે સરકાર દ્વારા વાવને બચાવી વિકાસ કરે તે જરૂરી છે. જે સંદર્ભે પુરાતત્વપ્રેમીઓ અને ગ્રામજનોમાં પણ ચિંતા છવાઇ છે.

વાવને બચાવીને જ ઝંપીશુ
વિકાસ માટે નેશનલ હાઇવેનું કામ જરૂરી છે અને તે થવું જ જોઇએ. પરંતુ સાથોસાથ હેરિટેજ વાવને પણ બચાવવી જરૂરી છે. પૌરાણીક વાવને બચાવવા વાવડીના સરપંચ મહેન્દ્રસિંહ સરવૈયા અને સમસ્ત ગ્રામજનોએ પણ કલેકટર, હાઇવે ઓપોરીટી અને વડાપ્રધાન સુધી રજૂઆતો કરી છે અને વાવને બચાવીને જ ઝંપીશું.-  તખુભા બી. ગોહિલ, અગ્રણી, વાવડી

45 વર્ષ પૂર્વે ખેડૂતો અને વટેમાર્ગુ માટે ‘વાવ’ ઇશ્વરનું રૂપ
પુરાતત્વ વાવ મુખ્ય માર્ગોની સાઇડમાં જ છે અને ખાસ તો માર્ગ પરથી પસાર થતાં વટેમાર્ગુ અને મજૂરોને ‘વાવ’ તરસ છીપાવતી હતી. 45 વર્ષ પૂર્વે વણસી વાવમાંથી તો વટેમાર્ગુ ખેડૂતો પણ પાણીનો ઉપયોગ કરતા હતા અને આગામી દિવસોમાં ઉંડી પણ ઉતારવાનું પ્રયોજન છે.
અન્ય સમાચારો પણ છે...