તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદેશ ભાજપના અધ્યક્ષ વાઘાણીની સ્વાગત યાત્રા 9 કલાક ફરી: ભવ્ય સામૈયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમ વખત ભાવનગર આવતા આજે ભાવેણાવાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વિશાળ જનમેદની તેમજ લાંબી કતારબંધ બાઈક અને કારના કાફલા સાથે નીકળેલી જીતુભાઈ વાઘાણીના ઠેર-ઠેર કરેલા સ્વાગતના વાતાવરણથી તેઓની લોકલાડીલાની છાપ ખરા અર્થમાં પ્રતિપાદિત થઈ હતી. સવારે 10 કલાકે નીકળેલી સ્વાગત યાત્રા શહેરભરમાં ફરી સાંજે 7 કલાકે અક્ષરવાડી ખાતે સન્માન સમારોહમાં પરિવર્તીત થઈ હતી. ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેનું રાજકીય ક્ષેત્રે રાજ્ય કક્ષાનું ઉચ્ચ સ્થાન મળતા ભાવનગરના ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો હતો.
સવારે 10 કલાકે નારી ગામમાં જીતુભાઈ વાઘાણીનું ગામના લોકોએ ભવ્ય સન્માન કર્યા બાદ ચિત્રા માર્કેટ યાર્ડ, મસ્તરામબાપા મંદિર, બોરતળાવ, આર.ટી.ઓ. જ્વેલ્સ સર્કલ, નિલમબાગ સર્કલ, દાદાસાહેબ,સંત કંવરરામ ચોક, વાઘાવાડી રોડ, સ્વાગતયાત્રા ફરી હતી. સવારે 10થી સાંજે 7 કલાક સુધી 9 કલાકની ઐતિહાસિક યાત્રા રહી હતી. યાત્રા દરમિયાન આખો દિવસ આતશબાજીથી શહેર ગુંજી ઉઠ્યું હતું.રસ્તામાં ઠેર-ઠેર વિવિધ સમાજ, સંગઠનો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા ફુલહાર મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી, સાફા પહેરાવી આવકાર્યા હતા. તદ્દઉપરાંત મંદિરો અને દેરાસરમાં સંતો-મહંતો અને મહારાજ સાહેબનાં આશિર્વચન લીધા હતા.
ડી.જે.ના સથવારે લોકો ઝુમી ઉઠ્યા હતા. તેમજ જીતુભાઈએ ઘોડેસવારી પણ કરી હતી. મહિલાઓએ પણ મોટી સંખ્યામાં જીતુભાઈનું અભિવાદન કર્યું હતું.
જીતુભાઈ વાઘાણીની સાથે સ્વાગતયાત્રામાં સંસદીય સચિવ અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, વિભાવરીબેન દવે, ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના અનેક ભાજપના આગેવાન, હોદ્દેદારો, કાર્યકારો જોડાયા હતા.અક્ષરવાડી ખાતે સન્માન સમારોહ સમયે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મલીન થયાના દુ:ખદ સમાચાર મળતા સમારોહ સાદગીપૂર્ણ યોજાયો હતો. સંતો-મહંતો અને ભાજપ અગ્રણીઓની િવશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં જીતુભાઈએ કોઈ ભેટ-સોગાદ સ્વિકારી ન હતી. તેમજ પૂજ્ય પ્રમુખસ્વામીને અંજલી પાઠવી હતી જ્યારે પોતાના પ્રવચનમાં જીતુભાઈએ પોતાની કારર્કિદી એબીવીપી થી શરૂ થઈ તે સમયના સ્વ. અશોક દવે, અમર આચાર્ય, ભરતસિંહ ગોહિલ, રાજુ બાંધણીયા સાથેના કોલેજ કાળના દિવસો વાગોળ્યા હતા તેમજ વધુમાં જણાવ્યું હતું કે,વર્ગવિગ્રહ કરવાવાળા લોકોને પ્રજા ઓળખી ગઈ છે.
ગુજરાતમાં એક પણ વર્ગ ભાજપથી નારાજ નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથ મજબૂત કરવા માટે મને જે પ્રેમ આપ્યો છે તેવો જ પ્રેમ 2017ની ચૂંટણીમાં આપી ભાજપને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી. જ્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે પરિવર્તન એ પક્ષની આંતરિક વ્યવસ્થા છે અને સત્તા માટે હવાતીયા મારતી કોંગ્રેસને આગામી ચૂંટણીમાં પછડાટ આપવા મક્કમ બનવા કાર્યકરોને આહવાન કર્યું હતું. આમ શહેરમાં પ્રથમવાર આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીનું ઐતિહાસિક સ્વાગત કરાયું હતું.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો