તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં સ્પોર્ટ્સના માધ્યમથી ટુરિઝમ વ્યવસાયની તક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:  ભાવનગર ખાતે આગામી દિવસોમાં રમાનાર ગુજરાત પોલો કપમાં સમગ્ર દેશમાંથી ખ્યાતનામ ખેલાડીઓ, રાજવી પરિવારના લોકો, બોલિવૂડની ખ્યાતનામ હસ્તીઓ આવનાર છે. સ્પોર્ટ્સની સાથે ભાવનગરમાં ટુરિઝમ વ્યવસાયની પણ અફાટ શક્યતાઓ ઢબૂરાયેલી પડી છે. હકારાત્મક દિશામાં તમામ સ્તરેથી આ અંગેની વિચારણા કરવામાં આવે તો તમામ બાબતો શક્ય છે.

બાસ્કેટબોલની રમતમાં એક દસકા પૂર્વે નેશનલ ફેડરેશન કપનું આયોજન કરવામાં આવ્યુ હતુ, અને સમગ્ર દેશમાંથી અહીંયા રમવા માટે આવેલા તમામ ખેલાડીઓ, નેશનલ સિલેક્ટરોએ આજુબાજુના જોવાલાયક સ્થળો, દરિયા કિનારાના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ અને સરાહના કરી હતી. ભાવનગર જિલ્લામાં અનેક સ્થળો પ્રવાસનને લાયક છે.

ભાવનગરમાં છેલ્લા પાંચ વર્ષથી પોલોની રમતને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભાવનગરના નામથી દેશના અગ્રણી સ્પોર્ટ્સ પર્સન પરિચીત થવા લાગ્યા છે. પોલોના આકર્ષણને ટુરિઝમ સાથે સાંકળવામાં આવે તો જિલ્લામાં મહુવા, તળાજા, પાલિતાણા, અલંગ સહિતના સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઇ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

ભાવનગર જિલ્લાનો 152 કિ.મી. લાંબો દરિયા કિનારો પ્રવાસન માટે આદર્શ માનવામાં આવે છે. મહુવાના ભવાની બીચ, ઝાંઝમેર,  કુડા, કોળીયાક, હાથબ, ગોપનાથ ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો છે. આ તમામ સ્થળોએ હુપણ થોડી સવલતોનો સરવાળો કરવાથી, થોડો સહકાર તમામ રાજકીય પક્ષો તરફથી મળવાથી પ્રવાસન સ્થળનો વિકાસ કરી શકાય.

સ્પોર્ટસથી ટુરિઝમને આકર્ષી શકાય
^ભાવનગરમાં અનેક સ્પોર્ટ્સના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પ્રચલિત છે. અહીંયા ઇનડોર સ્ટેડિયમ પણ બની રહ્યુ છે. પોલો સહિતની રમતોના આયોજનથી સમગ્ર ભારતના ખેલાડીઓ, કોચીઝ અને મેનેજમેન્ટને અહીંયા આકર્ષી શકાય તેમ છે.માત્ર થોડી સવલતોનો ઉમેરો કરવાની જરૂર છે. 
> ચિરાગ પારેખ, પ્રમોટર, ચેમ્પિયન્સ પોલો લીગ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો