તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસ પ્રકારની કાચની પેટીમાં રખાયો છે બાપાનો પાર્થિવ દેહ, -10 ડીગ્રી છે અંદરનું તાપમાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાળંગપુરઃ શનિવારે (13 ઓગસ્ટ)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષની વયે બ્રહ્મલીન થયા. તેમના નિધનના સમાચાર મળતા જ હરિ ભક્તો અને તેમના અનુયાયીઓ બહોળી સંખ્યામાં સાળંગપુર પહોંચ્યા છે. ભક્તોની સંખ્યાને જોતા ભક્તોને કોઇ અગવડ ન પડે અને દરેક ભક્તને તેમના અંતિમ દર્શન થાય એ હેતુસર વિશેષ અંતિમ દર્શનનું આયોજન કરાયું છે. પ્રમુખ સ્વામીના દર્શન તમામ ભક્ત દૂરથી અને ત્રણેય બાજુથી કરી શકે એ માટે પ્રમુખ સ્વામીને એક વિશેષ પ્રકારના બોક્સમાં રાખવામાં આવ્યા છે.

બાપાને આ પ્રકારની ખાસ કાચની પેટીમાં રખાયા

-બાપાના નશ્વર દેહને ત્રણ દિવસ સાચવવા માટે 10-10 ફૂટનો ખાસ કાચની પેટી બનાવવામાં આવી છે.
- જો કે તેમા ઉપયોગ લેવાયેલુ લાકડુ સામાન્ય છે, પરંતુ તેની રચના એ પ્રકારની છે કે તે ચંદન અને સુખડનું હોય તેવું લાગે છે.
-આ પેટીને કાચની રાખવા માટેનું કારણ ચારે તરફથી ભક્તો દર્શન કરી શકે તેવો છે.
- ખાસ પ્રકારનું વાતાનુકુલુન યંત્ર મુકવામાં આવ્યું છે.
-નશ્વર દેહને સાચવવા માટે -10 ડીગ્રી ટેમ્પ્રેચર મેઇન્ટેઇન કરવામાં આવી રહ્યું છે.
- જો કે પ્રમુખસ્વામીના પાર્થિવ દેહ પર કોઇ કેમિકલ લગાડાયુ નથી, માત્ર મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો છે
-બાપાને ભગવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે.
- આ કેબિનને ટીશ્યુ પેપરથી વારંવાર હરિભક્તો દ્વારા સાફ કરવામાં આવે છે કે જેનાથી ભક્તો દુરથી પણ સ્પષ્ટ રીતે દર્શન કરી શકે છે.
- બાપાને જે પાલખીમાં રાખવામાં આવ્યા છે તે સુખડના લાકડામાંથી તૈયાર કરવામાં આવી છે.
- ખાસ ડિઝાઇનીંગ પાલખી મોટાપ્રસંગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતી હોય છે.
આગળ વાંચો નારાયણચરણ સ્વામી દિવસ-રાત સેવામાં રહ્યા, જુઓ કાચની પેટીમાં રખાયેલા બાપાના પાર્થિવ દેહની વધુ તસવીરો....

તસવીરો - ધવલ ભરવાડ, અમદાવાદ


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો