તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોર: પૈસાની ઉઘરાણી મામલે ચાર શખ્સો પર હિંસક હુમલો કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
સિહોર:સિહોરના વરલ ગામે ગુરૂવારે મોડી રાત્રે પૈસાની ઉઘરાણી બાબતે લઘુમતી સમાજના બે જુથ વચ્ચે અથડામણ થતા ચાર શખ્સોને ઇજાગ્રસ્ત હાલતે સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં બેની હાલત ગંભીર બતાવાઇ છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વરલ ગામે રૂસ્તમ કાળુભાઇ ઉંચડીયા (ઉ.વ.20), રફીક રહેમાનભાઇ ઉંચડીયા (ઉ.વ.50), મુન્ના રફીકભાઇ ઉંચડીયા (ઉ.વ.22) તથા મુરાન રહીમભાઇ ઉંચડીયા (ઉ.વ.20)ને જેમાં રૂસ્તમભાઇ રહીમભાઇ અને સલીમભાઇના ઘરે પૈસાની ઉઘરાણી માટે ગયા હતા તે વખતે રહીમભાઇ તથા તેના પરિવાર જનોએ ઉશ્કેરાઇ જઇ ધોકા લાકડી અને લોખંડના પાઇપ વડે ઉપરોકત ચારેય શખ્સો પર હિંસક હુમલો કરતા તેઓને લોહીલુહાણ હાલતે સારવારાર્થે સિહોર અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભાવનગર ખસેડાયેલ બંને યુવકોની હાલત ગંભીર બતાવાઇ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો