તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોર તાલુકાના ટાણા ગામે પાટીદાર આંદોલનને બ્રહ્મ સમાજનું પણ સમર્થન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર: સિહોર તાલુકાના મોટા સુરકા અને ટાણા ગામે ચાલી રહેલ ઉપવાસ આંદોલન દિવસેને દિવસે અન્ય સમાજના લોકોના ભારે સમર્થન સાથે ભરપૂર રોચક અને રોમાંચક બનતું જાય છે. ટાણા ગામે મહિલા અનશનના આજે નવમાં દિવસે 38 મહિલાઓ અને 3 વિદ્યાર્થીઓ અને એક વડીલ અનશન પર બેઠા હતા. તેના સમર્થનમાં ટાણા ગામની મહિલાઓ અને પુરુષો પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા.

- સુરત પાટીદાર સમાજના મોભીઓએ છાવણીની મુલાકાત લીધી
- બોરડી અને જાંબાળા ગામના પાટીદાર યુવાનો અને મહિલાઓ પગપાળા ટાણા અનશન છાવણીએ આવશે

ગઇ કાલે કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાઓ અને પુરુષોને પારણા કરાવ્યા હતા. ટાણા બ્રહ્મ સમાજની 14 મહિલાઓ અને 12 પુરુષોએ પારણા કરાવેલ. તો આવતી કાલે ટાણા ગામની માલધારી સમાજની મહિલાઓ અને પુરૂષો ઉપવાસીઓને પારણા કરાવશે. આજે સુરતથી પાટીદાર સમાજના મોભીઓ છાવણીની મુલાકાત લીધી હતી.

ગઇકાલે નટુભાઇ ભાટિયા, બોટાદના રાજુભાઇએ ઉપવાસીઓની મુલાકાત લીધી હતી. અને આ ટાણા હવે આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે તેમ જણાવ્યું હતુ. દિન-પ્રતિદિન આ આંદોલનના ઉપવાસીઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવતી કાલે બોરડી અને જાંબાળા ગામના પાટીદાર યુવાનો અને મહિલાઓ પગપાળા ચાલીને ટાણા અનશન છાવણી (બ્રહ્માણી માતાનું મંદિર)એ આવીને પોતાની લાગણીઅો અભિવ્યકત કરી આ આંદોલનને વેગ આપશે.

ગારિયાધાર ખાતે એક દિવસીય ઉપવાસ
ગારિયાધાર પાટીદાર સમાજ દ્વારા આજે સવારે પટેલ વાડી ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યાં હતા. પાટીદાર સમાજને અનામતની માંગ સાથે જે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનકારીઓને જેલમાં પુરવામાં આવ્યાં છે તેને છોડવાની બુલંદ માંગ કરાઇ હતી. પટેલ વાડી ખાતે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલિસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
અન્ય સમાચારો પણ છે...