શેત્રુંજી સિંચાઇ યોજનાનું આધુનિકરણ જરૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આધુનિકરણ થાય તો 52000 હેકટરને પિયતનો લાભ થાય
- કાચા ધોરીયાને પાઇપલાઇનમાં પરિવર્તન કરી પાણીનો વ્યય અટકાવો

તળાજા : ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી જળાશય આધારીત પાણી યોજનામાંથી તળાજા, મહુવા, ઘોઘા, અને પાલીતાણાનાં કુલ 127 ગામોની 34500 હેકટર જમીન ને પિયત ઉપરાંત ભાવનગર શહેર, તળાજા, પાલીતાણા ને પીવાનાં પાણી નો સમાવેશ થાય છે. આ યોજનાં શરૂ થયા ને અર્ધી સદી પૂરી થયા બાદ અને ડીસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા અને પિયત વિસ્તાર વધારવા માટે આ યોજનાનું આધુનીકરણ કરવાની માંગ ઉઠવા પામી છે.
આ યોજનાનું અંતર્ગત 96 કિ.મી ડાબા કાંઠા અને 60 કિ.મી જમણા કાંઠામાં કેનાલ દ્વારા ખેતીને પાણી પુરૂ પડાય છે. તેમજ ક્રમશ: માંગ વધતા બન્ને તરફથી 40 બીટ કેનાલ વધારી છે. આ કમાન્ડ એરિયા સિવાય બાકી રહેલા ઘણા વિસ્તારો ની ખેતી માટે ની માંગ વધતી રહે છે. હાલ મુખ્ય કેનાલો જુની થઇ ગયેલ હોઇ પિયત માટે પૂરતો જથ્થો છોડી શકતો ન હોવાથી, તેમજ પેટા કેનાલનાં પાણી નાં ધોરીયા કાચી જમીનોમાં બનાવેલ હોઇ, વારંવાર તુટી જતાં હોઇ લીકેજ, અને સીપેજ મારફત પાણીનાં પુષ્કળ જથ્થાનો બગાડો થાય છે. અને છેવાઠાનાં ખાતેદારો ને પૂરતુ પિયત મળતું નથી.
આ સંજોગોમાં મુખ્ય કેનાલો ઉંચાઇ વધારી પાકી બનાવી તથા કાચા ધોરીયાને બદલે પાઇપ લાઇન દ્વારા પાણીનું વહન કરાય તો એક વખત ભરાયેલ જળાશયમાંથી બે વર્ષ સુધી ખેતી માટે પાણી મળી શકે. ઉપરાંત હાલ પિયત માટે બાકી રહેલ વિસ્તારો માટે પેટા કેનાલનું આયોજન કરી આવરી લેવામાં આવે તો કુલ 52000 હેકટર ને પિયતનો લાભ મળી શકે છે.
જૂની ખુલ્લી કેનાલો માં પાણીનો વ્યય વધુ થાય છે
શેત્રુંજી ડેમ થી જીલ્લાની ખેતી સમૃધ્ધ થઇ છે. હરીયાળી ક્રાંન્તી નો ક્રમશ: વિકાસ થતા ખેડૂતો વર્ષમાં બે થી ત્રણ પાકો લેતા થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ અને પશુ પાલનનાં વધતા વ્યાપ ને સમૃધ્ધ કરવા પાણી મહત્વનું પરિબળ છે. જુની-અને ખુલ્લી કેનાલો થી પાણીનાં વ્યયનું પ્રમાણ વધતું જાય છે. જેને નિવારવા માટે શેત્રંજી ડેમનાં ટીપેટીપા પાણીનો મહત્વ ઉપયોગ કરવા માટે શેત્રુંજી કેનાલનાં અઘતન કરવાની સમયની માંગ છે. - ત્રિકમભાઇ વાસાણી, ખેડૂત વાવડી (ફુલસર)
અન્ય સમાચારો પણ છે...