તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોર: મોટા સુરકા, ટાણા, આંબલા ગામે છાવણીઓ મક્કમ થઇ,ઉપવાસનો 17મો દિવસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હાર્દિક પટેલને છોડવાની માંગ સાથે મોટા સુરકામાં ઉપવાસની ફાઇલ ફોટો)
સિહોર:સિહોર તાલુકામાં પાટીદાર અનામત આંદોલન હવે વધુને વધુ મકકમ બનતું જાય છે. સિહોર તાલુકાના ટાણા, મોટા સુરકા અને આંબલા ગામે ઉપવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે અને આ આંદોલન બહોળા ફલક પર વિસ્તરી રહ્યું છે. જેને પાટીદાર સમાજમાં આંદોલન બાબતે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ટાણા ગામે અનશન આમરણનો 16મો દિવસ પૂર્ણ થયેલ અને પ્રતીક ઉપવાસીઓને જૈન સંઘ ટાણાના મ.સા. રાજહંસસુરીની હાજરીમાં પારણા કરાવાયા હતા.અને તેઓએ માર્ગદર્શન અને પોતાની લાગણી વ્યકત કરેલ. ગઇકાલે ટાણા ઉપવાસ છાવણીની નિલેશભાઇ અરવાડિયાએ મુલાકાત લીધી હતી અને વધુ એક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા હોવાથી તેને પારણા કરાવાયા હતા.
-મોટા સુરકા, ટાણા, આંબલા ગામે છાવણીઓ મક્કમ થઇ
-ટાણામાં આમરણ ઉપવાસનો 17મો દિવસ
-સુરકામાં કેશુ ભગતની તબિયત લથડતા મોરબી પાસના કન્વીનરે પારણા કરાવ્યા
જયારે મોટાસુરકા ગામે ઉપવાસનો આજે 29મો દિવસ હતો.જેમાં કેશુભગતની તબિયત લથડવા છતાં તેઓ આમરણ ઉપવાસ બાબતે મકકમ હતા. પરંતુ પાટીદાર સમાજ દ્વારા તેઓને પારણા કરવા વિનંતી કરાતા તેઓએ મોરબી પાસના કન્વીનર નિલેશભાઇ અરવાડિયાના હસ્તે પારણા કર્યા હતા. જયારે પુરુષો અને મહિલાઓના પ્રતીક ઉપવાસ શરૂ રહેવા પામ્યા છે.તો આંબલા ગામે 15 મહિલાઓ અને 18 પુરુષોએ ત્રીજા દિવસે પ્રતીક ઉપવાસ કર્યા હતા.
ઉપવાસના માધ્યમથી પાટીદાર સમાજ અસત્ય સામે સત્યની લડાઇ લડી રહ્યો છે. ગુજરાતમાં રશિયાની ઝારશાહી સામે ક્રાંતિ કરવા પ્રજા મજબૂર થઇ રહ્યાનો પાટીદાર સમાજે આક્ષેપ કર્યો હતો. ઉમરાળા તાલુકાના પાટીદાર સમાજના લોકોએ આંબલાના પ્રતીક ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા.ભાવનગર જિલ્લામાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનની નોંધ રાજ્યકક્ષાએ લેવાઇ રહી છે, અને આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવનાર છે.
આજથી નારીમાંઅમરણાંત ઉપવાસ
પાટીદાર અનામત આંદોલન (પાસ) દ્વારા તા.6 માર્ચને રવિવારે ભાવનગર જિલ્લામાં નારી ગામે રામાપીરના મંદિર ખાતે પાટીદાર સમાજના યુવા આગેવાનો આમરણ ઉપવાસમાં બેસશે. જ્યાં સુધી હાર્દિક પટેલ અને તેના સાથીદારોને જેલમાંથી મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવશે તેમ ભાવનગર જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...