તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળિયાર અભ્યારણ્યની હદ વિસ્તરતા ભાવનગરના ઔદ્યોગિક વિકાસને ખતરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: ભાવનગરમાં ઉદ્યોગ-ધંધા પડી ભાંગતા વિકાસની ગતિ નહીં પરંતુ અધોગતિ તરફ ધકેલાતું રહ્યું છે તેવામાં પડ્યા પર પાટુ સમાન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ફરતે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ જાહેર કરવાના જાહેર કરેલા પ્રાથમિક જાહેરનામામાં સુધારો નહીં કરાય તો ભાવનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ જ ઠપ્પ થઈ જશે. અને રોજગારી માટે ભાવનગરના લોકોએ હિજરત કરવાનો વારો આવશે જેમાં કોઈ શક નથી.વન્ય જીવોના રક્ષણની જેટલી આવશ્યક્તા છે તેટલી જ આવશ્યક્તા ભાવનગરના વિકાસની પણ છે.
ભાવનગરને ભાંગતુ કોઈ નહીં બચાવી શકે
વન્ય જીવોને કોઈપણ સંજોગોમાં નુકશાન થવું જ ન જોઈએ. પરંતુ જરૂરીયાત કરતા અનેકગણો વિસ્તાર વન્ય જીવન માટે રક્ષિત કરી ભાવનગરને મોટુ નુકશાન પહોંચશે. પર્યાવરણ વન અને જલવાયુ પરવિર્તન મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ફરતે ઈકો સેન્સીટીવ જાહેર કરવાનું પ્રાથમિક જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.વેળાવદર અભ્યારણને ઈકો સેન્સીટીવ જોન જાહેર કરવાના પ્રાથમિક જાહેરનામામાં અનેક ત્રુટીઓ છે. જે નજર અંદાજ કરવાથી ભાવનગરને ભાંગતુ કોઈ નહીં બચાવી શકે. સામાન્યત: ઈકો સેન્સીટીવ જોન ઉદ્યાનની ફરતે એકથી ચાર કિ.મી. સુધી હદ હોય, પરંતુ વે‌ળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની ઈકો સેન્સીટીવ જોન વેળાવદરથી 26 કિ.મી. એટલે કે વેળાવદરથી ભાવનગરને અડી જાય તેટલો વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
વેળાવદર ફરતે 727.68 સ્કવેર કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલું છે
વેળાવદર ફરતે 727.68 સ્કવેર કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલું છે. ઈકો સેન્સીટીવ જોનમાં કોઈપણ પ્રકારના નવા વિકાસાત્મક કાર્યો, ઉદ્યોગો, મીઠાના અગર કે નવા પ્રોજેક્ટો થઈ નહીં શકે. વાણિજ્ય અને ઔદ્યોગિક વિકાસને બ્રેક લાગી જશે અને ઈકો સેન્સીટીવ જોન જાહેર કરવા પ્રસિદ્ધ કરેલા જાહેરનામાના વિસ્તારમાં જ ઔદ્યોગિક વિકાસની વિપુલ તક છે ભાવનગરના ધારાસભ્યો અને સાંસદને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચ હોદ્દા મળ્યા છે ત્યારે તેઓ ઈકો સેન્સીટીવ જોનના ભાવનગરને અભ્યાસકર્તા જાહેરનામાને રદ કરાવી નવેસરથી જાહેરનામુ પ્રસિદ્ધ કરાવે તે અનવિાર્ય બન્યું છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પહોંચેલા ભાવનગરના લોકપ્રતિનિધિઓ ધારે તો વિકાસના તમામ અવરોધો અવશ્ય દૂર કરી શકે.

ફોર ટ્રેકને પણ થશે વિપરીત અસર
વેળાવદર અભ્યારણ્ય ફરતેનો મોટો વિસ્તાર ઈકો સેન્સીટીવ જોન જાહેર કરવાથી ભાવનગર-અમદાવાદ ફોરટ્રેકને પણ વિપરીત અસર થશે. વેળાવદરના એકથી બે કિલોમીટર ફોર ટ્રેકના કાર્યમાં અનેક વિઘ્નો આવશે જેને કારણે ફોરટ્રેક ક્યારે અને કેવો બનશે તે જ અનિશ્ચિત છે.
આગળની સ્લાઇડમાં વાંચો,ભાવનગરને ઔદ્યોગિક રીતે મોટો ફટકો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો