તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: ભાજપ પ્રદેશ પ્રમુખના ડ્રાઇવર, પોલીસ કર્મી સામે લૂંટની ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:શહેરના સરદારનગરમાં આવેલી લો કોલેજના ગ્રાઉન્ડમાં ગઇકાલે યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન બે યુવાનોએ પ્રદેશ પ્રમુખ અને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા કાળિયાબીડમાં રહેતા યુવાને ના પાડતા બન્ને યુવાનોએ ઉશ્કેરાઇ જઇ, ગાળો દઇ સોનાનો ચેન તોડી લૂંટી લીધાની જ્યારે નારીના યુવાને પણ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના પૂર્વ ડ્રાઇવર તથા પીઆઇ, પીએસઆઇ અને 4 થી 6 પોલીસ કર્મી વિરૂદ્ધ માર મારી સોનાના રૂદ્રાક્ષની માળાની લૂંટ ચલાવ્યાની બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવાઇ છે.
નારી ગામના કેયુર શંભુભાઇ મોરડીયા જીતુભાઇ વાઘાણીની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના જન્મદિન નિમિત્તે ભાવનગરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો. લો કોલેજના મેદાનમાં યોજાયેલા સન્માન સમારોહમાં મુખ્યમંત્રીના ગયા પછી ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પ્રવચન કરતા હતા ત્યારે નારી ગામના કેયુર શંભુભાઇ મોરડીયા અને અંકીત બટુકભાઇ ભીસરા ભાજપ અને જીતુભાઇ વાઘાણીની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
ઝપાઝપી દરમિયાન રાયસિંહના ગળામાંથી સોનાનો ચેન તોડી લઇ ગયા હતા
જેથી આ બન્ને યુવાનોને કાળિયાબીડમાં રહેતા રાયસિંહ જોરસિંહ ચાવડાએ ના પાડતા બન્ને યુવકોએ ઉશ્કેરાઇ જઇ ગાળો લઇ ઝપાઝપી દરમિયાન રાયસિંહના ગળામાંથી સોનાનો ચેન તોડી લઇ ગયા હતા. આ બનાવ અંગે રાયસિંહભાઇએ બી ડિવિઝન પોલીસ મથકમાં નારી ગામના બન્ને યુવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે સામાપક્ષે નારી ગામના અંકીતભાઇ બટુકભાઇ ભીસરાએ બી ડિવિઝન પોલીસમથકમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના પૂર્વ ડ્રાઇવર રાયસિંહભાઇ, પીએસઆઇ ગોહિલ, પીઆઇ ટાંક, પોલીસ કોન્સ્ટેબલ ભૈરવદાન ગઢવી, અરિવંદભાઇ, કીરીટભાઇ પંડ્યા અને બેથી ત્રણ પોલીસ કર્મીઓએ તેઓ સૂત્રોચ્ચાર કરતા હતા તે વખતે તેને તથા કેયુરભાઇને મેદાનમાંથી બહાર લઇ જઇ ગુપ્તાંગના ભાગે માર મારી તેમજ મુંઢમાર મારી સોનાની રૂદ્રાક્ષની માળાની લૂંટ ચલાવ્યાની સામી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો