તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાના દલિતો પર અત્યાચારનો વિરોધ: ગારીયાધાર બંધ, વલ્લભીપુરમાં ચક્કાજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિતો ઉપર આચરાયેલા અત્યાચારનાં વિરોધમાં મંગળવારે ભાવનગર જિલ્લામાં પણ દલિત સમાજે ઠેર-ઠેર બંધ, રેલી, હાઈ-વે પર ચક્કાજામ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા અને દલિતોને માર મારવાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉમરાળા તાલુકાનાં દલિત સમાજે ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિતો ઉપર આચરાયેલા અત્યાચારનાં વિરોધમાં મંગળવારે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી બનેલ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને જવાબદાર લોકો સામે સખ્ત પગલાં ભરવાની માંગ કરવામાં આવેલ.

દલિતો પર થયેલા અત્યાચારનાં વિરોધમાં ઠેર-ઠેર જનાક્રોશ ભભૂકી ઉઠ્યો

ઉનાના દલિત સમાજનાં અગ્રણીઓની હાજરીમાં સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રેલી મામલતદાર કચેરીનાં ગ્રાઉન્ડમાં સભાનાં રૂપમાં ફેરવાઈ ગઈ હતી. જ્યાં મામલતદારની ગેરહાજરીમાં નાયબ મામલતદાર ખોખરે આવેદનપત્ર સ્વીકાર્યું હતું. પેઢી દર પેઢીથી ચાલતા મૃતક પશુઓનાં નિકાલનાં કાયદેસરનાં ધંધામાં ગૌસેવાનાં નામે દલિત યુવાનો ઉપર ગુજારવામાં આવેલ સિતમથી વ્યથિત થયેલ દલિત સમાજે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ રેલીમાં પુરૂષો ઉપરાંત મહીલાઓએ પણ હાજરી આપી હતી.

ભાવનગર-અમદાવાદ હાઈવે ઉપર જઈને ચક્કાજામ કર્યા

જ્યારે વલભીપર દલિત સમાજે પણ રેલી કાઢીને ભાવનગર-અમદાવાદ હાઈવે ઉપર જઈને ચક્કાજામ કર્યા હતા. ત્યારબાદ વલભીપુર મામલતદાર કચેરીએ જઈને વલભીપુર મામલતદાર જે.સી. સોલંકીને આવેદનપત્ર પાઠવીને દોષીતો સામે કડક પગલાં ભરવા માંગ કરેલ છે. રેલીમાં દલિત સમાજનાં અગ્રણીઓ જોડાયા હતા. રેલી-ચક્કાજામ દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પી.એસ.આઈ. ઝીંઝુવાડીયા તથા સ્ટાફ દ્વારા પુરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. તદ્દ ઉપરાંત બરવાળા, બોટાદ અને રાણપુરની એસ.ટી. બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. બુધવારે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ સહિતનાં દલિત આગેવાનો મેદાનમાં આવશે અને ભાવનગર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે.

જશોનાથ સર્કલ પાસે મોડી સાંજે દલિત સમાજનું ટોળું એકઠું થયું

ભાવનગર શહેરનાં જશોનાથ સર્કલ પાસે મંગળવારે મોડી સાંજે દલિત સમાજનું ટોળું એકઠું થયું હતું. જ્યાં સૂત્રોચ્ચાર કરી, રીક્ષા, સીટી બસ અને પોલીસનાં વાહનને નુકસાન પહોંચાડવામાં આવેલ. ત્યારબાદ ટોળુ સૂત્રોચ્ચાર કરતાં મોતીબાગ થઈ ઘોઘાગેઈટ ચોકમાં પહોંચ્યું હતું અને ત્યાં ચોકની વચ્ચોવચ્ચ બેસી ગયું હતું. જોકે પોલીસ સમયસર પહોંચી જતા ટોળું વિખેરાઈ ગયું હતું. જ્યારે ગારીયાધાર શહેરમાં દલિત સમાજનાં લોકો એકઠા થયા હતા. મંગળવારે ગારીયાધાર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો, સૂત્રોચ્ચાર કરી દલિત સમાજે ઉનાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો