તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જો વરસે મઘા તો થાય ધાનના ઢગા: મંગળવારથી ચોમાસાના મઘા નક્ષત્રનો આરંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ભાવનગર:આજ સુધી આ વર્ષે ચોમાસામાં વરસાદની થોડી ખાધ રહી ગઇ છે ત્યારે ચોમાસામાં વરસાદ લાવનાર સૂર્યના દસ નક્ષત્રો મૃગશર્ષિ-આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષામાં એકંદરે ઠીક ઠીક વરસાદ થયો છે. હવે મઘા-પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની-હસ્ત-ચિત્રા-સ્વાતી આમ નક્ષત્રોના દિવસો બાકી છે. આમાં તા.16 ઓગસ્ટનાં રોજ સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થશે. જે તા.30 ઓગસ્ટ સુધી રહેશે. દેશી કહેવત છે કે ‘જો વરસે મઘા તો થાય ધાનના ઢગા (અને ધનના પણ ઢગા)’ મઘા નક્ષત્રમાં વરસનું પાણી મીઠું, શુભ અને પોષણ ક્ષમ હોય છે.
વધુ વિગત આપતા ભાવનગરના ખગોળપ્રેમી પ્રા.સુભાષભાઈ મહેતા જણાવે છે કે ખગોળ શાસ્ત્ર અનુસાર સૂર્યના આભાસી ભ્રમણ માર્ગને ‘ક્રાંતિવૃત્ત’ કહે છે. તેની લગભગ ઉપર જ મઘા નક્ષત્ર આવેલ છે. કોઈપણ નક્ષત્ર તારાના સૂર્યના માર્ગથી લંબ અંતરને ‘શર’ કહે છે. મઘા નક્ષત્ર જેને અંગ્રેજીમાં ‘રેગ્યુલસ’ કહે છે અને તેનો શરૂ 28 કળશ અને 56 વિકળા ઉત્તર તરકનો છે આથી ‘ક્રાંતિવૃત્ત’ ઉપર જ કહેવાય. આથી ઘણો વરસાદ લાવનાર નક્ષત્ર કહેવાય છે.
આપણી ધાર્મિક માન્યતા અનુસાર મઘા નક્ષત્રમાં વરસતું પાણી એટલે સાક્ષાત ગંગા નદીનું પાણી. એમ કહેવામાં આવે છે કે ગંગા નદીના પાણી ભરાણા ત્યારે ૧૪ દિવસ સુધી મઘા નક્ષત્ર વરસતું રહ્યું હતુ. આથી અલ્હાબાદ કે હરિદ્વાર-ઋષિકેશ ગયા સિવાય ગંગા સ્નાનનો લાભ ભાવનગરમાં વરસાદમાં ન્હાઈને લેવાનું ચુકવા જેવું નથી.
મઘાનું પાણી અતિ શુદ્ધ હોય છે...

વૈજ્ઞાનિક દ્રષ્ટીએ નાની તાંબાની લોટીમાં વરસતાં વરસાદના પાણીને જીલી લઈ, ભરી લઈને તેના ઉપર સ્ટીલની પતરણું રેણ કરી. આખું વર્ષ સાચવી રાખીએ આવતા વર્ષે પતરૂ તોડીને પીતા બિલકુલ બગડેલ નહીં હોય. જ્યારે આજ પ્રમાણે સાચવી રાખેલ કોઈપણ કંપનીના શુદ્ધ પાણીમાં વાસ આવવા લાગશે. આ પ્રયોગ કરવા જેવો છે.
આ વર્ષે મઘા સંયોગીયુ નક્ષત્ર

તા.16 ઓગસ્ટને મંગળવારથી શરૂ થતા મઘા નક્ષત્રમાં દેડકાનું વાહન છે અને દેડકાો પાણી પ્રિય ગણાય છે આથી આ નક્ષત્ર સંયોગીયું નક્ષત્ર હોય આ નક્ષત્રના 15 દિવસો દરમીયાન સારો વરસાદ થશે તેવો વરતારો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો