તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાળંગપુરમાં બાપાના અંતિમ દર્શન માટે અશ્રુભીની આંખે ભક્તોનું ઘોડાપૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: બીએપીએસ સંસ્થાના બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન માટે સાળંગપુર મંદિરે મહિલા ભક્તોનો પણ ધસારો જોવા મળ્યો હતો અને તેમણે અશ્રુભીની આંખે બાપાને શ્રદ્ધાંજલિ અાપી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓનું મોઢું સંતો જોતા નથી અને તેમના માટે વાર-તહેવાર-પ્રસંગે અલાયદી વ્યવસ્થા કરાય છે. બ્રહ્મલીન પ્રમુખસ્વામીના અંતિમ દર્શન સંબંધે પણ મહિલા ભક્તો માટે અલગ વ્યવસ્થા કરાઈ હતી જેમાં પ્રાર્થનાપૂર્વક મહિલાઓ જોડાઈ હતી.
પ્રમુખસ્વામી મહારાજનો અક્ષરનિવાસ થતાં લાખો હરિભક્તો સાળંગપુર ભણી ઉમટી પડ્યાં છે. આમાં હજારો મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને તેમણે પ્રાર્થનાપૂર્વક પ્રમુખસ્વામીના અંતિમ દર્શનમાં ભાગ લીધો હતો. અક્ષરનિવાસી પ્રમુખસ્વામીના આત્માની શાંતિ માટે મહિલા ભક્તોના ભજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને પ્રમુખસ્વામીની વસમી વિદાયથી ભક્તોના આંસુ રોકાતા નહોતા. પ્રમુખસ્વામીના અંતિમ દર્શનની ક્ષણને કાયમ માટે પોતાની પાસે રાખવા કેટલીક મહિલા ભક્તોએ આ પ્રસંગે બાપાના દર્શન વખતે સેલ્ફી પણ લીધી હતી.અંતિમ દર્શનની વ્યવસ્થાના ભાગરૂપે કલાકોની લાઈન લાગવા છતાં મહિલા ભક્તોએ શાંતિપૂર્વક કતારમાં ઊભા રહી, બાળકોને કાંખમાં તેડીને દર્શન કર્યા હતા.દેશવિદેશથી આવેલા ભક્તોએ તેમના સ્થળ અનુસાર પાડેલા ક્રમમાં સાળંગપુરમાં પ્રમુખસ્વામીના અંતિમ દર્શન કર્યા હતા અને બાપાને નિરખ્યાની ધન્યતા અનુભવી હતી.
બીએપીએસના વડા પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે. તેમની અંતિમવિધિ 17 ઓગસ્ટ બુધવારે સાળંગપુર મંદિર પરિસરમાં કરવામાં આવશે. હાલ લાખો હરિભક્તો માટે દર્શનવિધિની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અત્યાર સુધી લાખો ભક્તોએ અશ્રુભીની આંખે બાપાના અંતિમ દર્શન કરી લીધા છે અને આ રીતે 17 તારીખ સુધી ભક્તોનું ઘોડાપૂર અવિરત ચાલુ જ રહેશે.
17 ઓગસ્ટ સુધી કરી શકાશે અંતિમ દર્શન

બીએપીએસના વડા પ્રમુખસ્વામી મહારાજના દર્શન માટે 17 ઓગસ્ટ સુધી સંસ્થા દ્વારા શિડ્યુલ જાહેર કરાયું છે. રેલ્વે તંત્ર દ્વારા મુંબઈના ભક્તો માટે ભાવનગર સુધીની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે. જ્યારે યુકે દ્વારા ભક્તો માટે ખાસ વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ માહિતી છે. મુંબઈના હરિભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે રેલવે વિભાગે ખાસ મુંબઈ-ભાવનગર ટ્રેનની વ્યવસ્થા કરવામા આવી છે.
સ્વામીજીએ શીખવી મનની એકાગ્રતા
સાબરકાંઠાના તલોદ ગામથી સાળંગપુર ખાતે પોતાની બે પુત્રીઓ યુક્તિ અને નમ્રતા સાથે દોડી આવેલા ભારતીબેન શર્માએ જણાવ્યું કે સ્વામીજીના ઉપદેશને અમલમાં મૂકવાથી અમારૂં પારિવારીક જીવન મધૂર બન્યું છે. તેઓ આત્માના કલ્યાણ તરફ દોરી જાય છે. સ્વામીજીએ અમને મનની એકાગ્રતા શીખવી છે. પરિણામે બન્ને દિકરીઓની કેરીયર ઉજ્જવળ બની છે. સમાચાર માધ્યમો થકી સમાચાર મળતાં જ તેઓ પરિવાર સાથે સાળંગપુર દોડી આવ્યા હતા.
સેવાનો ધર્મ શીખવ્યો સ્વામીજીએ
અમદાવાદ જનતાનગરના અપૂર્વાબેન પટેલે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણનાં પાંચમાં આધ્યાત્મિક વારસદાર પ્રમુખ સ્વામીએ અમને સેવાનો ધર્મ આપ્યો છે. ચાંદખેડાના શારદાબેન પટેલે કહ્યું કે મારા સ્વામી 22 ફૂટની ઉંચાઈએથી અકસ્માતે પડી ગયા હતા. પ્રાર્થનાના એક ઝટકે એમને બચાવનાર પ્રમુખ સ્વામી છે. રમીલાબેન સોલંકી, રાગીણીબેન પટેલ અને સુભાષ બ્રિઝના વિદ્યાબેન પટેલે કહ્યું કે, સ્વામીજીનું ઐશ્વર્ય હવે વિશ્વમાં વિસ્તર્યુ છે.
સાળંગપુરના બાપાના અંતિમ દર્શનના માહોલની વધુ તસવીરો માટે આગળ ક્લીક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો