પ્રમુખ સ્વામી પરમધામમાં, દુનિયાભરનિા લાખો હરિભક્તો શોકમાં, 2 દિવસ પછી અંતિમ વિધિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાળંગપુરઃ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા અને દેશ-વિદેશના કરોડો હરિભક્તોના પ્રાત: સ્મરણીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શનિવાર સાંજે 6 વાગ્યે સાળંગપુર મંદિરમાં 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લઈ શ્રીહરિચરણ પામ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને છેલ્લા છ મહિનાથી છાતીમાં ઇન્ફેક્શન હતું, તેમની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી અને 10 તબીબની ટીમ ખડેપગે રહી હતી. પૂ. પ્રમુખસ્વામી બ્રહ્મલીન થતાં બીએપીએસના સંતો અને હરિભક્તોમાં ઊંડા શોકની લાગણી છવાઈ છે. તેમની અંતિમવિધિ 17 ઓગસ્ટ ને બુધવારે સાળંગપુર મંદિર પરિસરમાં કરવામાં આવશે. બાપ્સના બ્રહ્મવિહારીદાસ સ્વામીએ divyabhaskar.com સાથેની વાતચીતમાં આ દુઃખદ સમાચારની પૃષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે, લાખો હરિભક્તોની દર્શનવિધિની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
જિલ્લા પ્રમાણે દર્શન કરવાની તારીખ
14/8/2016: રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા.
15/8/2016: તાપી, નર્મદા, ડાંગ, સેલવાસ, મુંબઇ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર,
16/8/2016: જામનગર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી. પાટણ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, આણંદ.
17/8/2016: સવારે 8 થી 11 વાગ્યા સુધી, ભરૂચ, વલસાડ
અંતિમ વિધિ: 17/8/2016ને બપોરે 3:00 વાગ્યે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

પૂ. પ્રમુખસ્વામી મહારાજને અનેક સંતો, મહંતો તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી રૂપાણી સહિત અનેક રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. પ્રમુખસ્વામીના અનુગામી અને બીએપીએસના વડા તરીકેની જવાબદારી મહંતસ્વામી સાધુ કેશવજીવનદાસને સોંપવામાં આવી છે. હવે તેઓ બીએપીએસમાં પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે ઓળખાશે.
પ્રમુખસ્વામી મહારાજ ભગવાન શ્રી સ્વમિનારાયણની આધ્યાત્મિક પરંપરામાં પાંચમા ગુરુદેવ હતા. તેમનું સાધુજીવન પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સહિત અનેક મહાનુભાવોને પ્રેરણાદાયી રહ્યું હતું. લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણા સિંચીને તેમનું જીવન પરિવર્તિત કરનારા અને અનેક સેવાકાર્યોમાં જીવન સમર્પિત કરીને અસંખ્ય લોકોના પ્રેરણામૂર્તિ બનેલા કરોડો લોકો તેમના દેહાંતને કારણે ઊંડા શોકમાં ગરકાવ થયા છે.
પ્રમુખસ્વામી મહારાજ 1300 દિવસથી સાળંગપુર ખાતે નિવાસ કર્યો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરે 7 ડિસેમ્બર, 1921 (માગશર સુદ આઠમ)એ તેમનો જન્મ થયો હતો. પ્રમુખસ્વામી મહારાજનું જન્મનું નામ શાંતિલાલ હતું. 1થી 5 ધોરણ ગામમાં જ અભ્યાસ કર્યા બાદ છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવવા માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો હતો. આધ્યાત્માના માર્ગ માટે તેમણે 7 નવેમ્બર, 1939એ ઘરેથી વિદાય લીધી હતી અને 22 નવેમ્બર, 1939એ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજના હસ્તે પાર્ષદની દીક્ષા પ્રાપ્ત કરી હતી. 10 જાન્યુઆરી, 1940એ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવ્યા બાદ તેમનું નામ નારાયણસ્વરૂપ દાસસ્વામી પડ્યું હતું.
7 ડિસેમ્બર 1921ના રોજ થયો હતો પ્રમુખ સ્વામીનો જન્મ

પ્રમુખ સ્વામી મહારાજનું મુળ નામ શાંતિભાઈ પટેલ છે. તેમનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ વડોદરાના ચાણસદ ગામે થયો હતો. તેમના માતાનું નામ દિવાળીબેન અને પિતા મોતીભાઈ પટેલ. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ તેમને ભક્તિનો રંગ લાગી ગયો હતો. 18-19 વર્ષની ઉંમરે જ તેમણે સંસાર ત્યાગવાનો નિર્ણય લઈને ઘરે વાત કરી. શાસ્ત્રીજીના આશિર્વાદના પગલે માતા-પિતાની રજા પણ મળી ગઈ. સંસાર ત્યાગ કર્યા બાદ શાંતિભાઇ પટેલે કદી પાછા વળીને નથી જોયું.

1939માં શાસ્ત્રીજી મહારાજ પાસેથી લીધી પાર્શદ દીક્ષા

ઈ.સ. 1939ના વર્ષમાં 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ મુકામે શાસ્ત્રીજી મહારાજ પાસેથી પાર્શદ દીક્ષા લીધી. પાર્શદ દીક્ષા એટલે એક વર્ષ પરીક્ષા માટે શ્વેત વસ્ત્રમાં રહેવું. શાસ્ત્રીજી મહારાજને આ શાંતિભાઈ પટેલેની ભક્તિમાં પ્રણિપાત ભાવ લાગ્યો. શ્રીજીની કૃપા અને શાસ્ત્રી મહારાજના આશિર્વાદથી 10 જાન્યુઆરી 1940ના દિવસે ગોંડલ મુકામે શાંતિભાઈ પટેલ નારાયણસ્વરૂપદાસજી તરીકે જીવન શરૂ કરે છે. સ્વામીનારાયણ ભાગવાન પરની અખૂટ શ્રદ્ધા અને લોકસેવામાં પ્રભુસેવાનો આશરો શોધતા નારયણ સ્વરૂપદાસજીમાં શાસ્ત્રીજી મહારાજને વ્યવાહરકુશળતાના ગુણો પણ નજરે ચઢ્યા અને શાસ્ત્ર શ્રદ્ધા પણ જણાઈ. પુરાણો, ઉપનિષયો, વેદોના અધ્યયને નારાયણ સ્વરૂપદાસજી એક પછી એક પાર કરતા ગયા અને ગુરુમાં શ્રદ્ધા વધતી ચાલી. તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે સારંગપુરમાં કોઠારી સ્વામી તરીકે નિમાયા હતાં.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...