તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં મુસ્લિમ પરિવાર સાથે સ્વામી બાપાને હતો ઘરોબો, વેપારીએ વાગોળ્યા સંસ્મરણો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદઃ બોટાદનાં એક મુસ્લિમ વેપારી પરિવારનાં સભ્યોને પ્રમુખ સ્વામી બાપા સાથે ઘર જેવો નાતો હતો. બાપાના આશિર્વાદ લઈને એ પરિવાર કોઈપણ કામમાં આગળ વધતો રહ્યો. આજે 85 વર્ષથી આ મુસ્લિમ પરિવારની પેઢી હજી પણ ચાલુ જ છે. ત્યારે બોટાદના મમદીભાઈ બદરૂદ્દીન લોખંડવાલાએ બાપા સાથેનાં સંસ્મરણોને મિડિયા સાથે વર્ણવતી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
મુસ્લિમ પરિવાર તેમની સમસ્યા પત્ર મારફતે લખી મોકલે તો પણ બાપા અવશ્ય તેનો પ્રત્યુત્તર આપતા

મારી ઉંમર 74 વર્ષની છે. બોટાદ શહેરમાં મારો વ્યવસાય લોખંડ, હાર્ડવેર અને કલરનો છે. છેલ્લા 65 વર્ષથી તો બાપાના સત્સંગમાં છું. હું જ્યારે 9 વર્ષનો હતો ત્યારે યોગીબાપાએ બોટાદમાં પધરામણી કરી હતી. ત્યારે યોગીબાપાનો ઉતારો મારા ઘરે હતો.એ વખતે યોગીબાપા પાસે હું મારા પિતા સાથે ગયો. મને પણ ધબ્બો માર્યો ને આશીર્વાદ આપ્યા. શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ મંદિરનું નિર્માણ શરૂ કર્યું ત્યારે નાણા નહીં, માણા નહીં, પાણા નહીં પણ એવા સમયમાં પણ એમણે મંદિરનું નિર્માણ કર્યા જ કર્યું, કર્યા જ કર્યું. એ વખતે જે કંઈ પણ માલની જરૂર પડતી ત્યારે પ્રમુખસ્વામી પોતે અમારે ત્યાં ગાડુ લઈને, હકાબાપુ સાથે આવતા. ત્યારે આખો દિવસ અમારી દુકાને બેસતા. સવારે 10 વાગ્યે આવી જાય અને સાંજે 4 વાગ્યે જાય. અમારી બાજુમાં સત્સંગી છે તેને ત્યાંથી અમે તેમને માટે પાણી લાવી આપતા, તેમના માટે ફ્રૂટ પણ લાવતા.
આજે પણ રજબઅલી ભાઈજીભાઈ રોડ ઉપર મારી દુકાન છે
અમારો એ સંબંધ આજ સુધી જળવાઈ રહ્યો છે. બાપાએ અમને એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે અમારી પેઢીઓનો ખૂબ જ વિકાસ થયો. આજે અમારી પેઢી એમના આશીર્વાદથી વિકાસ પામી છે. અમારી પેઢીની સ્થાપના 85 વર્ષથી થઈ છે. એજ નામથી આજે પણ રજબઅલી ભાઈજીભાઈ રોડ ઉપર મારી દુકાન છે. ઘણી વખત અમારે વિટંબણાઓ આવતી તો એ વખતે અમે બાપા પાસે જઈને એ તકલીફ વર્ણવતા. બાપા કહેતા કે તકલીફની કોઈ ચિંતા ન કરવી. ભગવાન બધું સારું કરશે. એ સમસ્યાઓ દૂર થઈ જઈ. કોર્ટમાં કોઈ કેસ હોય, બીજી તકલીફ હોય ને મારા પિતા સ્વામીને વાત કરે ને એમના આશીર્વાદથી બધી મુશ્કેલી દૂર થઈ જાય. એટલે અમારા કુટુંબ પર બાપાના રૂડાં આશીર્વાદ રહ્યાં છે.
બાપા અમારી દુકાનમાં જરૂર પધરામણી કરતા
આશીર્વાદ લેવા હું ઘણી વખત સ્વામીશ્રી પાસે જતો. રમજાન વખતે સ્વામીશ્રી મને આશીર્વાદ આપતા કે રોજા બરાબર કરજે. આમ પણ જ્યારે મુલાકાત થાય તો તેઓ કહેતા 'નમાઝ બરાબર પઢવાની. કુરાન શરીફ પઢવાનું. તારા ઘર્મમાં તને દૃઢતા રહે એવા તને આર્શીવાદ આપું છું.' એવા મને આશીર્વાદ આપે. ઘણીવાર બાપા ગઢડાથી સાળંગપુર આવે ત્યારે વચ્ચે બોટાદ આવે. અને તે વખતે બાપા અમારી દુકાનમાં જરૂર પધરામણી કરતા. અને કહેતા કે 'આ તો આપણા સ્વજન છે.' એવો તેમનો અમારા ઉપર સ્નેહ હતો. જ્યારે મારે હજ કરવા જવું હતું. ત્યારે સ્વામીશ્રીને મેં પત્ર લખ્યોઃ 'સ્વામી ! મારે હજ કરવા જવું છે. મારી હજની યાત્રા સુખરૂપ રહે, મારી ક્રિયાઓ બરાબર અદા થાય.' તેમના આશીર્વાદથી હું સારી રીતે હજ કરીને પાછો આવ્યો. પછી મેં સ્વામીબાપાને સંદેશો કહેવડાવ્યો કે 'મમદીભાઈએ હજ બરાબર પુરી કરી લીધી છે. સુખરૂપ પાછો આવ્યો છે. ને તમારા દર્શને આવ્યો છે.' પછી સ્વામીશ્રીએ મને આશીર્વાદ આપ્યા. એ બહુ સરસ કામ થયું હતું.
આગળ વાંચો, મારા દિકરાઓને હજુ એટલો જ સત્સંગ છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો