તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં સ્ટાફના અભાવે ટપાલ અનિયમિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા: મહુવામાં 1982 માં 12 પોસ્ટમેનનું સેટઅપ હતું ત્યારબાદ મહુવાનો વિસ્તાર અને વસ્તી વધી જેથી સેટઅપ વધારવાના બદલે આ સેટઅપ વધારવાના બદલે 8 કરેલ અને તેમા પણ ધટાડો કરી  6 પોસ્ટમેનનું સેટઅપ કરવામાં આવેલ છે. જે સેટઅપ મુજબના 6 પોસ્ટમેન ફરજ બજાવે છે. પરંતું મહુવાની વસ્તી અને વિસ્તારને લક્ષમાં લેતા 12 પોસ્ટમેનની જરૂર છે. જો મહુવા પોસ્ટ ઓફિસનું પોસ્ટમેનનું સેટઅપ અપગ્રેડ કરવામાં નહી આવે તો મહુવામાં  ટપાલ અનિયમીત મળતી હોવાની ફરીયાદ દુર થઇ શકે તેમ નથી.   


બીટનું પુન: વ્યવસ્થા આયોજન કરી મહુવાનું 6 પોસ્ટમેનનું સેટઅપ 12 સુધી વધારવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. મહુવાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ અને પોસ્ટમેન સેટઅપ ઓછુ હોવાના કારણે મહુવા શહેર પોસ્ટલ સેવા ખોરંભે પડી છે. ગાંધીબાગ પોસ્ટ ઓફિસ સિવાયની કોઇ પોસ્ટ ઓફિસ કાર્યરત નથી. બજાર પોસ્ટ ઓફિસ બંધ કરી ઘણા સમયથી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બજાર પોસ્ટ ઓફિસનું કાઉન્ટર ખોલવામાં આવ્યું છે. બઝાર પોસ્ટ ઓફિસનું કોમ્પયુટર પણ અવાર-નવાર બંધ હોય ત્યારે બઝાર પોસ્ટ ઓફિસ દ્વારા પણ રજીસ્ટર આર્ટીકલ સ્વીકારવામાં આવતા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો