પાટીદાર આંદોલન ઉગ્ર: ભાવનગરમાં મહિલાઓનો થાળીનાદ, વકિલો ઉપવાસ પર બેસશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ભાવનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અભિવાદન સમારોહ દરમિયાન જય સરદારના નારા કરનાર પાટીદાર યુવાનને પોલીસે ઢોર માર મારતા તેના વિરોધમાં પાટીદાર સંઘર્ષ સમિતિએ ગઈકાલથી કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં આજે પાટીદાર વકીલો જોડાણ સાથે પાટીદાર મહિલાઓએ પણ થાળીનાદ કરી વિરોધ દર્શાવ્યો હતો.
ભાવનગર કલેકટર કચેરી ખાતે ગઈકાલથી પાટીદાર આગેવાનો ઉપવાસ પર બેઠા છે
પાટીદાર યુવાનને માર મારનાર જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે ભાવનગર કલેકટર કચેરી ખાતે ગઈકાલથી પાટીદાર આગેવાનો ઉપવાસ પર બેઠા છે. આજે પાટીદાર આંદોલનમાં પાટીદાર વકીલો પણ કાળા કોટ સાથે જોડાયા હતા. તેમજ પાટીદાર મહિલાઓએ થાળી વગાડી તંત્ર અને શાસકનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે પાટીદાર સમાજના બહોળી સંખ્યામાં યુવાનો, વડીલો તેમજ અન્ય ક્ષત્રિય, બ્રહ્મ અને દલિત સમાજના આગેવાનો પણ જોડાઈ પાટીદાર સંઘર્ષ સમિતિનો ટેકો જાહેર કર્યો હતો. આ ધરણાના કાર્યક્રમમાં પાસના કન્વીનર અતુલભાઈ પટેલ, અશ્વિનભાઈ સાકડાસરીયા હાજર રહ્યા હતા.
બાબુભાઈ માંગુકીયા, સહિતના આગેવાનો પણ આંદોલનમાં જોડાશે
છેલ્લા બે દિવસથી ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે છતાં પાટીદારોની માંગ માટે તંત્ર અને સરકાર પગલા ભરતી નથી. જેથી આક્રોશ વધતો જાય છે.આવતીકાલ તા.17ના રોજ બાબુભાઈ માંગુકીયા, સહિતના આગેવાનો પણ આંદોલનમાં જોડાશે. આજે કોંગ્રેસ, આપ અને સીપીએમના આગેવાનોએ પણ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. દિન-પ્રતિદિન આંદોલન ઉગ્ર બનતું જાયો છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...