તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનખરના હૈયામાં ટહુકે વસંત: કવિ નરેન્દ્ર મોદી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:  અટલબિહારી બાજપાઈના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન જે રીતે તેઓ એક કવિ તરીકે પણ જાણીતા થયા હતા તેવું જ નરેન્દ્ર મોદીના સમયમાં પણ બની રહ્યું છે. વસંત અને પાનખરના સમયગાળા વચ્ચે નરેન્દ્રભાઈએ લખેલી ‘પાનખરના હૈયામાં ટહુકે વસંત’ કવિતા હાલ સોશિયલ મીડિયા દ્વારા જાણીતી થઈ છે. મૂળ ભાવનગરના અને હાલ બોલિવુડના પાર્શ્વગાયક તરીકે જાણીતા બનેલા પાર્થિવ ગોહિલે આ કાવ્યને કંઠ આપતા તે યુ-ટ્યુબના માધ્યમથી લોકોમાં ગુંજી રહી છે.

કવિતાના શબ્દોમાં પણ જાણે પ્રકૃતિ સાથે રાજકારણનો ચિતાર મળતો હોય તેમ નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, અંતમાં આરંભ હોય છે અને આરંભમાં અંત હોય છે. વર્ષો પૂર્વે લખેલી આ કવિતામાં વસંત અને પાનખરના પ્રતિક કેસૂડો, કોયલ વગેરેને વણી લીધેલા છે. સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય, કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય.... અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે લખેલા પુસ્તકો, કાવ્યોના સંચય જાણીતા થયા હતા. આમ, વડાપ્રધાન માત્ર રાજકારણના ક્ષેત્ર સિવાયની પણ બહુમુખી પ્રતિભા ધરાવે છે. 

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
સોળ વરસની વય, 
ક્યાંક કોયલનો લય,
કેસૂડાંનો કોના ઉપર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક પર ભીતર શ્રીમંત પાનખરના હૈયામાં ટહુકે વસંત
આજે તો વનમાં કોના વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
-નરેન્દ્ર મોદી
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો