તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા વિકાસના કાળા ગુબ્બારા ઉડાડી કર્યો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગરના પ્રાણ પ્રશ્નો અને રૂંધાયેલા વિકાસ બાબતે ભાવનગર આવેલા મુખ્યમંત્રીએ સમય નહીં ફાળવતા શહેર કોંગ્રેસ દ્વારા રૂપાણી દેરાસર પાસે મુખ્યમંત્રી સામે કાળા વાવટા ફરકાવી અને કાળા ફુગ્ગા ઉડાડી વિરોધ પ્રદર્શિત કરતા દોઢસોથી બસ્સો આગેવાન-કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગર ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવતા હોાવથી તેનો વિરોધ પ્રદર્શિત કરવા શહેર કોંગ્રેસે અગાઉથી જાહેર કર્યું હોવા છતાં તંત્ર કોંગ્રેસને વિરોધ પ્રદર્શિત કરતા અટકાવવામાં નિષ્ફળ નિવડ્યું હતું. 

આજે બુધવારે સાંજે મુખ્યમંત્રીના આગમન સમયે કાર્યક્રમના સ્થળ નજીક મુખ્યમંત્રી જ્યાંથી પસાર થવાના હતા ત્યાં રૂપાણી સર્કલ પાસે જૈન દેરાસર નજીક શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કાળા વાવટા અને કળા ફુગ્ગા ઉડાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 800 જેટલા કાળા ફુગ્ગા ઉડાવતા પોલીસે કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી અને મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા.
અન્ય સમાચારો પણ છે...