તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં મંજૂરી નહીં હોવા છતાં રેલી કાઢવા પાટીદારો મક્કમ, પોલીસ અલર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ભાવનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અભવિાદન સમારોહ દરમિયાન પાટીદાર યુવાને જય સરદારના નારા લગાવતા તેને પોલીસે ઢોર માર મારતા આજે પાટીદાર જનઆક્રોશ રેલી નીકળવાની હતી પણ રેલી નીકળે તે પૂર્વે જ તેને ડામી દેવા ગઈકાલ રાત્રેથી જ પોલીસે તમામ સ્તરે ગયા હતા અને પાટીદારોને ઉઠાવી લીધા હતા. જ્યારે સવારથી રેલીમાં જોડાવા આવતા ગ્રામ્ય વિસ્તારના પાટીદારો સામે પણ અટકાયતી પગલા ભર્યાં હતા જ્યારે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી પાટીદારો અને દલીત આગેવાનોની અટકાયત કરતા તેમજ ઠેર-ઠેર ચુસ્ત પોલલીસ બંદોબસ્તને કારણે શહેરભરમાં વાતાવરણ આખો દિવસ વાતાવરણ તંગ બની ગયું હતું.
ગઈકાલે પોલીસે પાટીદાર રેલીના બેનરો અને સ્ટેજ શક્તિનું હટાવ્યું હતું
જ્યારે શહેરના નિર્મળનગર, વિઠલવાડી સહિતના વિસ્તારોમાં કફર્યુ જેવું વાતાવરણ સર્જાતાં અંતે પાટીદારો રેલી કાઢી શક્યા ન હતા.ભાવનગરમાં પોલીસ દમનના વિરોધમાં આજે પાટીદારોની નીકળનાર જન આક્રોશ રેલીને નહીં નીકળવા દેવાના પ્રદેશ કક્ષાએથી આદેશના પગલે પોલીસે છેલ્લા બે દવિસથી ભાવનગરના અનેક વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી નાખી હતી. પાટીદારોને રેલીની મંજૂરી નહીં આપ્યાના કારણ આગળ ધરી ગઈકાલથી જ પોલીસે પાટીદારોને રેલી નહીં કાઢવા દેવાત નહીં તો બળપ્રયોગ કરતા પણ ખચકાશે નહીંનું જાહેર કર્યું હતું. ગઈકાલે પોલીસે પાટીદાર રેલીના બેનરો અને સ્ટેજ શક્તિનું હટાવ્યું હતું. જ્યારે મોડીરાત્રે પાટીદાર વર્ચસ્વ ધરાવતા ગામો અને ભાવનગર શહેર તરફ આવતા મુખ્ય રસ્તાઓ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો.
પાસના કન્વીનરો અને આગેવાનોને રાત્રે જ પોલીસે ઉઠાવી લીધા હતા
તેમજ રેશ્મા પટેલ, અતુલ પટેલ, નીતિન ઘેલાણી સહિતના પાસના કન્વીનરો અને આગેવાનોને રાત્રે જ પોલીસે ઉઠાવી લીધા હતા. અને આજે નારા,સીદસર, જ્વેલ્સ સર્કલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક પાટીદારો સામે અટકાયતી પગલા લીધા હતાં. પાટીદાર જન આક્રોશ રેલી જે સ્થળેથી નીકળવાની હતી. તે િનર્મળનગર અને વિઠલવાડી સહિતના વિસ્તારોને તો પોલીસે બાનમાં લઈ ત્યાંના રહિશોને બહાર નહીં નીકળવા દેતા કફર્યુ જેવું વાતાવરણ હતું. આમ તમામ સ્તરેથી પાટીદારોને અટકાવી પોલીસે પાટીદાર જન આક્રોશ રેલીને નિષ્ફળ બનાવી હતી.આ ઉપરાંત ભાવનગર પોલીસે કેટલાક દલિત આગેવાનોની પણ અટકાયત કરી હતી. આમ ભાવનગર શહેરમાં આજે પોલીસ તંત્ર દ્વારા પાસ દ્વારા નિકળનારી રેલીને કાઢવા દીધી ન હતી. દવિસ દરમ્યાન શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં આજે શું થશે તે અંગે ચોરે અને ચૌટે ભારે ચર્ચા સાથે ચકચાર રહી હતી.

કોંગ્રેસ-આપ પ્રેરિત રેલીનો ફિયાસ્કો : ભાજપ
જ્ઞાતિના નામે રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસને ભાવનગરની પ્રજાએ રેલીને જાકારો આપી સાનમાં સમજાવ્યાનું શહેર ભાજપે જણાવી ભાવનગરમાં પાટીદાર જન આક્રોશ રેલીના નામે કોંગ્રેસનો ફીયાસ્કો થયાનું અને હકારાત્મક વિરોધ પક્ષની ભૂમિકા ભજવે તેમ શહેર ભાજપે જણાવ્યું હતું.

આગળની સ્લાઇડમાં વાંચો,અમારી સાથે આતંકવાદી જેવું વર્તન : રેશ્મા પટેલ...
અન્ય સમાચારો પણ છે...