દિહોરમાં જમીન મુદ્દે ભત્રીજાએ કાકા અને દાદા પર ફાયરિંગ કર્યુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : તળાજાનાં શોભાવડ ગામે ત્રણ દલિત બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના હજુ તાજી છે. ત્યાં આજે જર, જમીન અને જોરૂ, ત્રણેય કજીયાના છોરૂ કહેવતને સાર્થક કરતી ઘટના બની હતી. જેમાં દિહોર ગામે જમીનનાં ઝઘડામાં ભત્રીજાએ તેના કાકા અને દાદા પર ધડાધડ ફાયરિંગ કરી મારી નાખવાની કોશિષનાં બનાવ બનતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં તળાજા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને ગંભીર હાલતે ભાવનગરની ખાનગી હોિસ્પટલમાં સારવાર્થે ખસેડવામાં આવ્યા હતા.
- જર, જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરૂ
- ફાયરિંગ કરનાર શહેરમાં બે હોટલનાં માલિક અને મહાનગર પાિલકાના પૂર્વ અેસ્ટેટ ઓિફસર છે
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ દિહોર ગામની સીમમાં આવેલ કૌટુંબિક જમીન અંગે ઘણા સમયથી વિવાદ ચાલતો હોય ગુરૂવારે સવારનાં સમયે દિલાવરસિંહ ઉર્ફે દીલુભા હેમુભા ગોિહલ પોતાની વાડીમાં હતા ત્યારે જમીન વિવાદ ઉગ્ર બનતા સામાવાળા મહેન્દ્રસિંહ નવલસિંહ ગોિહલ (રહે.મૂળ દિહોર, હાલ ઘોઘારોડ ભાવનગર)નાએ પોતાની રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરિંગ કરી દિલીપસિંહ તથા તેના સગાભાઈ ગીરવાનસિંહ હેમુભા ગોિહલને પેટ તથા ખભાનાં ભાગે ફાયરિંગ કરી ઈજા પહોંચાડતા તેઓને લોહીલુહાણ હાલતે પ્રથમ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવારાર્થે કાળાનાળા રોડ પર આવેલ ખાનગી હોિસ્પટલમાં ખસડાયા છે. જ્યાં એકની સ્થિતિ ગંભીર બતાવાય છે.

આ ઘટના અંગે દિલાવરસિંહની ફરિયાદ પરથી તળાજા પોલીસ મથકમાં પોલીસે આઈપીસી કલમ 307 તથા આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસનાં પી.એસ.આઈ. એસ.જી. ખાંભલાએ બનાવની તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનિય છે કે જેમણે ફાયરિંગ કર્યું છે તે મહેન્દ્રસિંહ નવલસિંહ ગોહિલએ ઘણા વર્ષો સુધી ભાવનગર મહાનગરપાિલકામાં એસ્ટેટ ઓફિસર તરીકે સેવા બજાવી છે અને તેમણે સ્વૈચ્છિક િનવૃત્તિ લીધેલ છે. અને હાલ તેઓ બિલ્ડીંગ અને કોન્ટ્રાક્ટનાં ધંધા સાથે સંકળાયેલા છે. ઉપરાંત શહેરનાં જેલરોડ ઉપર ભીડભંજન સામે એમ બે હોટલનાં તેઓ માલિક પણ છે.
અન્ય સમાચારો પણ છે...