તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતા સમાન માતા બની તો દીકરા સમાન દીકરી બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:  સમાજમાં દીકરા-દીકરી એક સમાનના નારા લગાવાય છે, પણ કેટલાક કિસ્સાઓ ચોંકાવી દે તેવા નજર સમક્ષ આવતા હોય છે, જેમાં માતાએ પિતાની ફરજ નિભાવી હતી, તો દિકરીઓએ  દિકરાની ફરજ બજાવીને અનોખું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. ભાવનગરમાં બનેલી ઘટનામાં ચાર દિકરીઓએ  માતાને કાંધ આપીને અગ્નિદાહ આપીને દિકરાની ગરજ સારી હતી.

ઘટના એવી છે કે, ભાવનગરમાં ગાયત્રીનગરમાં રહેતા ભરતભાઇ સવજીભાઇ કાકલોત્તરના લગ્ન રાજુલા તાલુકાના છાપરી ગામે પ્રભાબેન ધીરૂભાઇ વોરા સાથે થયા હતા. ધીરૂભાઇ ગોવિંદભાઇ વોરાને સંતાનમાં ચાર દિકરી જ હતી, પણ દિકરા સમાન.

આજથી 35 વર્ષ પૂર્વે ધીરૂભાઇ વોરા શ્રીજીચરણ પામી ગયા, પ્રભાબેન ઉપર ઘરની તમામ જવાબદારી આવી ગઇ, ચાર-ચાર દીકરીઓ પૈકી ત્રણ દીકરીઓને  સાસરે વળાવી, ઉંમર થઇ એટલે છેલ્લા ચાર વર્ષથી ભાવનગર સાસરે રહેતી તેની દીકરી પ્રભાબેન ભરતભાઇના ઘરે ભાવનગર આવ્યા હતા. જ્યા દીકરા જેમ પ્રભાબેન અને તેના પતિ ભરતભાઇએ સેવાચાકરી કરી હતી.

અંતે હીરાબેને પોતાના દીકરા સમાન દીકરી પ્રભાબેનના ઘરે જ શ્રીજી ચરણ પામી ગયા. નયનાબેન ધીરૂભાઇ વોરા, પ્રભાબેન ભરતભાઇ કાકલોત્તર, કૈલાસબેન  પ્રવિણભાઇ રાવળ અને પ્રવિણાબેન સવજીભાઇ દેવગાણિયા ચારેય દીકરીઓને જાણ કરાઇ, ભાઇ નહીં, એટલે પોતે જ દિકરો બનવાની ક્ષણ આવી પડતા ચારેય બહેનો વિલાપ કરતી માતા પાસે દોડીને આવી ગઇ. અંતમિ યાત્રા કઢાઇ અને દીકરા બનીને ચારેય દીકરીઓએ હીરાબેનને કાંધ આપી હતી, જ્યારે નયનાબેને અગ્નિદાહ આપીને પ્રજાપતિ સમાજમાં એક પ્રેરણાદાઇ ઉદાહરણ પુરૂં પાડીને દીકરીઓ પણ દીકરા સમાન બનીને માતા - પિતાની અંતમિ ક્ષણો સુધી કાળજી લેતી હોવાનો દાખલો બેસાડયો હતો.

ભાવનગરના ગાયત્રીનગરમાં બનેલી આ ઘટનાના પગલે દીકરીઓ પણ માતા-પિતાના અંતમિ ક્ષણો સુધી સેવા-ચાકરી સહિત તમામ જવાબદારી નીભાવી હોવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. વર્તમાન સમયમાં અનાથાશ્રમમાં વૃદ્ધાની સંખ્યા વધી રહી છે. ત્યારે સુસંસ્કારી પરવિાર-કુટુંબમાં માતા-પિતાની સેવા માટે બહેનો અથવા તો ભાઇ-ભાઇ વચ્ચે ખેંચતાણ થતી હોવાના પણ દાખલા મોજુદ છે.

એક બાજુ પરીક્ષામાં ફરજ બીજી બાજુ જવાબદારી
સામાન્ય રીતે કાકા-દાદા સહિત પરવિારમાં કોઇ મૃત્યુનો બનાવ આવે તુરંત સમગ્ર પરવિારની જવાબદારી બની જતી હોય છે, કાકલોત્તર પરવિારમાં વૃધ્ધા હીરાબેનનું મૃત્યુ થયું, સવારે સ્મશાન યાત્રા કાઢવાની, અને બીજી બાજુ નાયબ મામલતદાર રતિભાઇ કાકલોત્તરને જીપીએસસીની પરિક્ષાના કેન્દ્ર પર જવાબદારી આવી હતી, એક બાજુ પરવિાર અને બીજી બાજુ ફરજ !! તેમ છતા તેઓએ બંનેને સમયસર ન્યાય આપીને જવાબદારી અને ફરજ બજાવીને કાર્ય પ્રત્યે નિષ્ઠા સાબિત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...